શોધખોળ કરો
સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' માટે એક્ટર વિદ્યુત જામવાલે પોતાના ફેન્સને શું કરવા કહ્યુ, જાણો વિગતે
સુશાંત સિંહ રાજપૂત છેલ્લી ફિલ્મ દિલ બેચારાના ટ્રેલરમાં ખુદને ફાઇટર બતાવતો દેખાઇ રહ્યો છે, જે વાસ્તવિકતામાં વિડંબનાપૂર્ણ છે. ફિલ્મનુ ટ્રેલર સોમવારે રિલીઝ થઇ ગયુ. આમાં તેની જોડી નવોદિત અભિનેત્રી સંજના સાંધીની સાથે છે. દિલ બેચારા 2014ની હૉલીવુડ ફિલ્મ ધ ફૉલ્ટ ઇન ઓવર સ્ટાર્સની રિમેક છે
મુંબઇઃ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનુ ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ એક ફાઇટરની ભૂમિકામાં છે. આ ટ્રેલરને ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી ખુબ સમર્થન મળી રહ્યું છે. એક્ટર વિદ્યુત જામવાલ સહિત ઇન્ડસ્ટ્રીના કેટલાય મોટા સ્ટાર્સ સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચારાનો પ્રચાર કરી રહ્યાં છે, જેથી આ ફિલ્મ વધુમાં વધુ જોનારી ફિલ્મ બની શકે. વિદ્યુતે દિલ બેચારાનુ ટ્રેલર રિલીઝ થયા બાદ તરત જ ટ્વીટર પર ટ્રેલરની લિંક શેર કરી હતી.
એક્ટરે વિદ્યુતે પોતાના ફેન્સને આગ્રહ કર્યો કે તે સુશાંતની છેલ્લી ફિલ્મને સૌથી વધુ જોનારી ફિલ્મ બનાવે. તેને વીડિયોમાં કહ્યું આ સંદેશ મારા બધા સાથીઓ માટે છે. હું તમને બધાને બતાવવા માંગુ છુ કે હું તમને બધાને ખુબ પ્રેમ કરુ છુ, અને દરેક વસ્તુ માટે આભાર. મને તમારા માટે ખુબ ગર્વ છે. આજે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચારાનુ ટ્રેલર ડિજ્ની પ્લસ હૉટસ્ટાર મલ્ટીપ્લેક્સ પર રિલીઝ થશે. હું ઇચ્છુ છુ કે તમે બધા આ ફિલ્મને જુઓ અને અમારે એ નક્કી કરવુ જોઇએ કે આ અત્યાર સુધીની સૌથી વધુ જોવાવા વાળી ફિલ્મ બને.
સુશાંત સિંહ રાજપૂત છેલ્લી ફિલ્મ દિલ બેચારાના ટ્રેલરમાં ખુદને ફાઇટર બતાવતો દેખાઇ રહ્યો છે, જે વાસ્તવિકતામાં વિડંબનાપૂર્ણ છે. ફિલ્મનુ ટ્રેલર સોમવારે રિલીઝ થઇ ગયુ. આમાં તેની જોડી નવોદિત અભિનેત્રી સંજના સાંધીની સાથે છે. દિલ બેચારા 2014ની હૉલીવુડ ફિલ્મ ધ ફૉલ્ટ ઇન ઓવર સ્ટાર્સની રિમેક છે.
આ ફિલ્મ ખૂબ લાંબા સમયથી રોકાયેલી હતી. ફિલ્મ આ વર્ષે જ થિયેટરમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનના કારણે રિલીઝ રોકવામાં આવી હતી, પરંતુ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ તેને ડિજિટલ રિલીઝ કરવામાં આવી રહી છે.
સુશાંત સિંહ રાજપૂતના ફેન્સે સોશિયલ મીડિયા પર દિલ બેચારાને થિયેટરમાં રિલીઝ કરવા માટે ટ્રેન્ડ પણ ચલાવ્યોય દિલ બેચાર 24 જૂલાઈના ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મને કોઈપણ ફ્રીમાં જોઈ શકશે. તેના માટે ઓટીટી પ્લેટફોર્મના સબ્ક્રિપ્શનની જરૂર નથી. બસ એપ ઈન્સ્ટોલ કરી જોઈ શકાશે.
ફોક્સ સ્ટાર દ્વારા નિર્મિત સુશાંત સિંહ રાજપૂતની આ અંતિમ ફિલ્મમાં સૈફ અલી ખાન પણ નાની ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મનું સંગીત એ.આર. રહેમાને આપ્યું છે અને ગીત અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement