શોધખોળ કરો

બોલીવૂડની આ હોટ એક્ટ્રેસે મોંઢુ છુપાવીને રાંચી કોર્ટમાં કર્યું સરેન્ડર, જાણો શું છે સમગ્ર મામલો ?

બોલીવૂડની મશહૂર અભિનેત્રી અમીષા પટેલની મુશ્કેલી વધી રહી છે. છેતરપીંડિના એક કેસમાં શનિવારે અમિષા પટેલ મોંઢુ છુપાવીને રાંચી સિવિલ કોર્ટમાં હાજર થઈ હતી.

Ranchi News: બોલીવૂડની મશહૂર અભિનેત્રી અમીષા પટેલની મુશ્કેલી વધી રહી છે. છેતરપીંડિના એક કેસમાં શનિવારે અમિષા પટેલ મોંઢુ છુપાવીને રાંચી સિવિલ કોર્ટમાં હાજર થઈ હતી. અભિનેત્રી અમિષા પટેલે સરેન્ડર કર્યું છે. 

ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલ અને તેમના બિઝનેસ પાર્ટનર કૃણાલ ગૂમર  સામે છેતરપીંડિનો કેસ નોંધાવ્યો હતો. તેના ઉપર પૈસા લઈને મ્યૂઝિક આલ્બમ ન બનાવવાનો આરોપ છે. આ સિવાય તેના ઉપર છેતરપીંડિ અને ધમકાવવાનો આરોપ છે. કોર્ટમાં રજૂ થયા બાદ અમિષા પટેલને 21 જૂન સુધી જામીન આપવામાં આવ્યા છે. 21 જૂને આ કેસમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. કોર્ટે અમીષા પટેલેને પણ હાજર રહેવા માટે આદેશ કર્યો છે.   

બોલીવૂડની આ હોટ એક્ટ્રેસે મોંઢુ છુપાવીને રાંચી કોર્ટમાં કર્યું સરેન્ડર, જાણો શું છે સમગ્ર મામલો ?

21 જૂને કોર્ટમાં હાજર થશે અભિનેત્રી

રાંચીના અજય કુમાર સિંહે 17 નવેમ્બર 2018ના રોજ સીજેએમ કોર્ટમાં આ કેસ કર્યો હતો. આરોપ છે કે અમીષા પટેલે મ્યુઝિક મેકિંગના નામે અજય કુમાર સિંહ પાસેથી 2.5 કરોડ રૂપિયા લીધા હતા, પરંતુ તે પછી તેણે મ્યુઝિક મેકિંગ તરફ કોઈ પગલું ન ભર્યું. તે પછી તે 5 વર્ષ સુધી કોર્ટ અને ફરિયાદીને ગેરમાર્ગે દોરતી રહી. બીજી તરફ ફરિયાદી અજયે મીડિયાને જણાવ્યું કે, 2018માં તેણે અભિનેત્રી અમીષા પટેલ વિરુદ્ધ 3 કરોડ રૂપિયાનો ચેક બાઉન્સનો કેસ કર્યો હતો. તેણે જણાવ્યું કે પહેલા અમીષાએ તેની પાસેથી ટેક્સ પેમેન્ટના નામે 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જે તેણે મિત્રતાના કારણે આપ્યા હતા. ત્યારે અમીષાએ કહ્યું કે હું એક ફિલ્મ બનાવી રહી છું, જેમાં તેને 2.50 કરોડ રૂપિયાની જરૂર છે.

ચેક બાઉન્સ સંબંધિત બાબત

અમીષા પટેલે કહ્યું કે તે વ્યાજ સહિત પૈસા પરત કરશે. પરંતુ લાંબા સમય બાદ પણ અજયને પૈસા ન મળતા તેણે તેની પાસે પૈસાની માંગણી કરી હતી, જેથી તેણે તેને વ્યાજ સાથે 3 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. જ્યારે તે ચેક બેંકમાં જમા કરાવ્યો તો તે બાઉન્સ થયો હતો.  ત્યારબાદ અજયે તેને કહ્યું કે તેની સામે કેસ થઈ શકે છે, તો અભિનેત્રીએ કહ્યું કે આ કેસની ચિંતા શું કરવી, જેના પર અજયે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.  અમીષા પટેલ હાઈકોર્ટમાં ગઈ હતી. કોઈ રાહત ન મળતાં તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક પણ કર્યો હતો. પરંતુ તેને રાહત ન મળી.

2 દિવસ પહેલા સરેન્ડર કર્યું 

હવે કોર્ટે કહ્યું કે જો અમીષા પટેલ શરતી કોર્ટમાં હાજર નહીં થાય તો તેની ધરપકડ પણ થઈ શકે છે. તેણે 21 જૂને કોર્ટમાં આવવાનું હતું. પરંતુ ડરના કારણે તે 2 દિવસ પહેલા કોર્ટમાં હાજર થઈ ગઈ હતી. બીજી તરફ અજયના વકીલ સ્મિતા પાઠકે મીડિયાને જણાવ્યું કે અમે અભિનેત્રી વિરૂદ્ધ 2018માં કોર્ટમાં અરજી દાખલ કરી હતી.  ચેક બાઉન્સ થવાના મામલે તેની સામે જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ તેની છેલ્લી તક પણ હતી. નહીતો  21મીએ તેમની સામે NBW જારી કરવામાં આવ્યો હોત. આ કારણોસર અમીષા પટેલ આજે કોર્ટમાં હાજર થઈ છે. હવે તેણે 21મીએ  કોર્ટમાં હાજર થવાનું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

ABP Premium

વિડિઓઝ

North India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરોRajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શનDwarka: તાંત્રિક વિધીના નામે સીગરાનું અપહરણ કરનારા ઝડપાયા, બન્ને નરાધમોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ

'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત

Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત

Embed widget