Bharat Jodo Yatra:રાહુલની ભારત જોડો યાત્રાને લઈને આ અભિનેત્રીએ BJP પર કર્યા આકરા પ્રહાર
ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કર્યું હતું કે, જે રીતે તમામ ફિલ્મ સ્ટાર્સ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો હિસ્સો બની રહ્યા છે તેના પરથી એમ લાગી રહ્યું છે કે, તેમને આ કામ માટે પૈસા આપવામાં આવી રહ્યાં છે.
![Bharat Jodo Yatra:રાહુલની ભારત જોડો યાત્રાને લઈને આ અભિનેત્રીએ BJP પર કર્યા આકરા પ્રહાર Actress Jooja Bhatt Furious on BJP Leader for Rahul Gandhi Bharat Jodo Yatra Bharat Jodo Yatra:રાહુલની ભારત જોડો યાત્રાને લઈને આ અભિનેત્રીએ BJP પર કર્યા આકરા પ્રહાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/23/b3d00c4a0fd757901038ae3dc8245e69166920257537976_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pooja Bhatt : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' આજકાલ ચર્ચાનો વિષય બની છે. રાહુલની આ પગપાળા યાત્રામાં બોલિવૂડ જગતના ઘણા જાણિતા સ્ટાર્સ પણ પોતાની હાજરી આપી ચુક્યા છે. થોડા દિવસો પહેલા હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી પૂજા ભટ્ટે પણ રાહુલ ગાંધીની આ 'ભારત જોડો યાત્રા'માં ભાગ લીધો હતો. આ મામલે ભાજપના નેતા નિતેશ રાણેએ પૈસા ચૂકવીને યાત્રામાં સામેલ થવાનો સણસણતો આરોપ લગાવ્યો હતો. હવે પૂજા ભટ્ટે વળતો પ્રહાર કર્યો છે
પૂજા ભટ્ટનો ભાજપ નેતાને વળતો જવાબ
મહારાષ્ટ્રના બીજેપી નેતા નિતેશ રાણેએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કર્યું હતું કે, જે રીતે તમામ ફિલ્મ સ્ટાર્સ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો હિસ્સો બની રહ્યા છે તેના પરથી એમ લાગી રહ્યું છે કે, તેમને આ કામ માટે પૈસા આપવામાં આવી રહ્યાં છે. ગોલમાલ હૈ સબ ગોલમાલ હૈ... બીજેપી નેતાના આ નિવેદન બાદ અભિનેત્રી પૂજા ભટ્ટે વળતો જવાબ આપતા પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
“They're certainly entitled to think that, and they're entitled to full respect for their opinions... but before I can live with other folks I've got to live with myself. The one thing that doesn't abide by majority rule is a person's conscience.”
— Pooja Bhatt (@PoojaB1972) November 22, 2022
Harper Lee pic.twitter.com/F1hbBfGf87
પૂજા ભટ્ટે તેના ટ્વીટમાં પ્રખ્યાત લેખક હાર્પર લીના એક વાક્યનો ઉલ્લેખ કરતા લખ્યું હતું કે- તે આવું વિચારવા માટેના હકદાર છે. પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે સંપૂર્ણ આદર સાથે હક ધરાવે છે. પરંતુ હું બીજા લોકો સાથે રહી શકું તો તેના પહેલાં મારે મારી જાત સાથે રહેવું પડે. એક વસ્તુ જે બહુમતીના નિયમને અનુસરતી નથી તે છે વ્યક્તિનો વિવેક. આમ અભિનેત્રી પૂજા ભટ્ટે ભાજપના નેતા નિતેશ રાણાને ઈશારા ઈશારામાં જ જડબાતોડ જવાબ આપ્યો હતો.
આ સેલેબ્સ પણ રાહુલની 'ભારત જોડો યાત્રા'માં થઈ ચુક્યા છે શામેલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં માત્ર પૂજા ભુજા ભટ્ટ જ નહીં પણ અનેક ફિલ્મ સ્ટાર્સ જોડાઈ ચુક્યા છે. આ કેસમાં અભિનેતા અમોલ પાલેકર, અભિનેત્રી રિયા સેન, રશ્મિ દેસાઈ અને આકાંક્ષા પુરી જેવા ઘણા સેલેબ્સના નામ સામેલ છે. જાહેર છે કે, ફિલ્મ સ્ટાર્સની હાજરીએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને વધુ હાઇલાઇટ કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)