શોધખોળ કરો
Advertisement
સંજય દત્ત જલ્દી સાજો થઇ જાય તે માટે આ અભિનેત્રી પ્રગટાવશે અખંડ જ્યોતિ, જાણો વિગતે
રિપોર્ટ અનુસાર, સંજય દત્તને એડેનોકાર્સિનોમા નામનુ કેન્સર છે, અને તે આના માટે જલ્દી ઇલાજ શરૂ કરી શકે છે. અભિનેત્રી કામ્યાએ સંજય માટે ટ્વીટ કરીને પહેલી મુલાકાતને યાદ કરી હતી
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સંજય દત્ત હાલ કેન્સર સામે ઝઝૂમી રહ્યો છે. ફેન્સ સંજય દત્તને જલ્દી સાજા થવા માટે દુઆઓ માગી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે એક સમાચાર એવા છે, જે પ્રમાણે અભિનેત્રી કામ્યા પંજાબીએ પણ સંજય દત્ત માટે દુઆઓ માંગી છે. રિપોર્ટ પ્રમાણે એક્ટ્રેસ કામ્યા પંજાબી સંજય દત્તની સલામતી માટ અખંડ જ્યોત સળગાવશે.
રિપોર્ટ અનુસાર, સંજય દત્તને એડેનોકાર્સિનોમા નામનુ કેન્સર છે, અને તે આના માટે જલ્દી ઇલાજ શરૂ કરી શકે છે. અભિનેત્રી કામ્યાએ સંજય માટે ટ્વીટ કરીને પહેલી મુલાકાતને યાદ કરી હતી.
કામ્યા પંજાબીએ ટ્વીટ કરીને કર્યુ- હું મારા બપ્પાને પ્રાર્થના કરીશ, આ વર્ષે ગણેશ સ્થાપના અમારા બાબા માટે પ્રાર્થનાઓથી ભરપૂર હશે. હું તમારા માટે અખંડ જ્યોતિ પ્રગટાવીશ, પ્લીઝ, પ્લીઝ મજબૂત રહેજો, અને જલ્દી સાજા થઇને આવો, હું 10 વર્ષની હતી ત્યારથી તમને પસંદ કરુ છું, તમને યાદ હોય હું તમને મહેબૂબ સ્ટુડિયોમાં મળી હતી અને તમને જિપ્પો ગિફ્ટ કરી હતી. હું તે જ ક્રેજી છોકરી છું.
કામ્યાએ બીજુ એક ટ્વીટ કર્યુ, જેમાં તેને ફેન્સ પાસે સંજય દત્ત માટે પ્રાર્થના કરવાનો અનુરોધ કર્યો. તેને લખ્યું- કૃપા રીને પ્રાર્થના કરો. પ્રાર્થનામાં અપાર શક્તિ હોય છે. સંજય દત્ત માટે જલ્દી સાજા થવા માટે પ્રાર્થના કરો.
આ પહેલા સંજય દત્તે પણ ફેન્સ માટે એક મેસેજ શેર કર્યો હતો, આ મેસેજમાં તેને પણ પોતાની બિમારી વિશે ખુલાસો ન હતો કર્યો. સંજય દત્તે પોતાના નિવેદન પૉસ્ટ કરતા લખ્યું- હેલો મિત્રો, હું મેડિકલ ટ્રીટમેન્ટના કારણે મારા કામમાંથી થોડા સમયનો બ્રેક લઈ રહ્યો છું. મારો પરિવાર અને મિત્રો મારી સાથે છે. હું મારા શુભચિંતકોને પરેશાન ન થવાની અપીલ કરું છું અને કંઈપણ ફાલતું અંદાજ ન લગાવતા. ટૂંક સમયમાં જ પરત ફરીશ.
બોલિવૂડ અભિનેતા સંજય દત્ત મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયો હતો, અને બાદમાં તેને મીડિયા કર્મીઓ સામે હાથ હલાવીને તેમનો આભાર માન્યો હતો. સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ 8 ઓગસ્ટે સાંજે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
સંજય દત્તની ફિલ્મી કેરિયરની વાત કરીએ તો તે છેલ્લે 2019માં પાનીપતમાં દેખાયો હતો. હાલ તે અનેક પ્રોજેક્ટ સાથે સંકળાયેલો છે. તેની આગામી ફિલ્મ સડડક 2નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion