શોધખોળ કરો
Advertisement
બૉલીવુડની હૉટ એક્ટ્રેસનો ધડાકોઃ આ એક્ટરે મને ડ્રિંક્સમાં કશુંક પીવડાવતાં અમે બંને ‘ઈન્ટિમેટ’ થઈ ગયાં ને....
સુશાંત કેસને લઇને કંગના બૉલીવુડના એક ગૃપ પર જબરદસ્ત નિશાન તાકી રહી છે. હવે તેને બૉલીવુડમાં ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટીઓનો ઉલ્લેખ કરીને એક એક્ટર પર નિશાન તાક્યુ છે. તાજેતરમાં કંગનાએ ડ્રગ્સના એંગલ પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને મદદ કરવાની ઓફર પણ કરી હતી
મુંબઇઃ સુશાંત મૃત્યુ કેસને લઇને બૉલીવુડની હૉટ અભિનેત્રી કંગના રનૌત એક્શન મૉડમાં આવી ગઇ છે. કંગનાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન આવી એક ડ્રગ્સ પાર્ટીને યાદ કરીને પોતાની સાથે થયેલા દૂર્વ્યવહારની કહાની કહી હતી. સુશાંત કેસને લઇને કંગના બૉલીવુડના એક ગૃપ પર જબરદસ્ત નિશાન તાકી રહી છે. હવે તેને બૉલીવુડમાં ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટીઓનો ઉલ્લેખ કરીને એક એક્ટર પર નિશાન તાક્યુ છે. તાજેતરમાં કંગનાએ ડ્રગ્સના એંગલ પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને મદદ કરવાની ઓફર પણ કરી હતી.
કંગનાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, તે જ્યારે મનાલીથી નીકળી ત્યારે તે 16 વર્ષની હતી. તે પછી તે મુંબઈમાં એક ‘કાકી’ સાથે રહેતી હતી. આ સમય દરમિયાન એક અભિનેતા તેનો મિત્ર બન્યો અને તેને બૉલિવૂડમાં કામ શોધવામાં મદદ કરવાનું વચન આપ્યું. આ માણસે કંગના સાથે રહેતી સ્ત્રીને પણ પ્રભાવિત કરી હતી અને ટૂંક સમયમાં જ આ 3 લોકો સાથે રહેવા લાગ્યા.
જો કે ટૂંક સમયમાં જ બધી વસ્તુઓ બદલાવાની શરૂઆત થઈ. કંગનાએ જણાવ્યું હતું કે તેણે કાકી સાથે ઝઘડો કર્યો અને ત્યાંથી જતું રહેવાનું કહ્યું. તેણે મારો સામાન ઘરમાં રાખ્યો અને મને અંદર બંધ કરી દીધી. હું જે કરતી હતી તેનો સ્ટાફ તેને બધી અપડેટ્સ આપતો. કંગનાએ કહ્યું હતું કે ‘તે મને પાર્ટીઓમાં લઈ જતો હતો અને એકવાર મને કોઈ ડ્રગ એડિક્ટ જેવું લાગ્યુ હતું. એ વસ્તુ અમારી વચ્ચે ઈન્ટીમેસી જેવું લાગ્યું અને હું રોમેન્ટિક થવા લાગી. મને લાગ્યું કે મારી ઇચ્છાથી આવું નથી થયું. પરંતુ મારા પીણામાં કંઈક ઉમેરવામાં આવ્યું છે. આ ઘટનાના એક અઠવાડિયામાં જ તે પોતાને મારો પતિ માનવા લાગ્યો. હું તેને કહેતી હતી કે તું મારો બોયફ્રેન્ડ નથી. તો તે મને મારવા માટે ચપ્પલ ઉઠાવી લેતો હતો.
આ અહેવાલ મુજબ કંગનાએ કહ્યું કે, આ વ્યક્તિ તેને દુબઈના લોકો સાથે મીટિંગમાં લઈ જતો હતો. તે તેમની વચ્ચે કંગનાને છોડી દેતો અને પોતે ચાલ્યો જતો. ત્યારબાદ તે લોકો કંગનાનો નંબર લેતા હતા. કંગનાએ કહ્યું કે- ‘મને ડર હતો કે તે લોકો મને દુબઈ સ્પલાઈ કરી નાંખશે. કંગનાએ એ પણ જણાવ્યું હતું કે 2006માં જ્યારે કંગનાએ ગેંગસ્ટર દ્વારા તેનો પહેલો બ્રેક લીધો ત્યારે આ વ્યક્તિને કેટલો આઘાત લાગ્યો હતો. તે દિવસોમાં તેણે મને ઇન્જેક્શન આપવાનું શરૂ કર્યું જેથી હું શૂટિંગમાં ન જઈ શકું. કંગનાએ જણાવ્યું હતું કે તે સમયે અનુરાગ બાસુએ તેમની મદદ કરી હતી.
તે જ સમયે આ ઇન્ટરવ્યુ દરમિયાન કંગનાએ શંકા વ્યક્ત કરી હતી કે સુશાંત એવા કુટુંબમાંથી નહોતો કે આટલા હાર્ડ ડ્રગનો ઉપયોગ કરે. તેમનું કહેવું છે કે રિયાએ બીજા કોઈ દેશથી આદેશ આપ્યો હશે. ઉલ્લેખનીય છે કે આ ઇન્ટરવ્યૂ દરમિયાન કંગનાએ બોલિવૂડમાં ડ્રગ્સ પાર્ટીઝ અંગે ઘણા ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે, બોલિવૂડ સેલેબ્સની પત્નીઓ આવી પાર્ટીઓને હોસ્ટ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement