શોધખોળ કરો
Advertisement
કંગના રાણાવતે જ્ઞાતિ આધારિત અનામતનો કર્યો વિરોધઃ બ્રાહ્ણણો અને ક્ષત્રિયોની ખરાબ હાલત વિશે શું કહ્યું?
કંગનાએ ટ્વીટ કરીને બ્રાહ્મણોની સ્થિતિ પર દુઃખ વ્યક્ત કર્યુ છે, તેને કહ્યું અનામત હંમેશા ગરીબીના આધાર પર મળવુ જોઇએ. હવે કંગનાનુ આ નિવેદન ખુબ ચર્ચાએ ચઢ્યુ છે
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત અવારનવાર પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહ્યાં કરે છે. વળી, હવે તાજેતરમાંજ તેને અનામતને લઇને પોતાનો મત રજૂ કર્યો છે. કંગનાએ ટ્વીટ કરીને બ્રાહ્મણોની સ્થિતિ પર દુઃખ વ્યક્ત કર્યુ છે, તેને કહ્યું અનામત હંમેશા ગરીબીના આધાર પર મળવુ જોઇએ. હવે કંગનાનુ આ નિવેદન ખુબ ચર્ચાએ ચઢ્યુ છે.
કંગનાએ બ્રાહ્મણો અને ક્ષત્રિયોના અનામત પર મોટુ નિવેદન આપ્યુ છે. તેને આ મુદ્દે ટ્વીટ કરતા લખ્યું - અનામત તો હંમેશા ગરીબોને આધાર બનાવીને આપવુ જોઇએ. જાતિના નામ પર અનામત ના હોવુ જોઇએ. મને ખબર છે કે રાજપૂત સમુદાય ખુબ તકલીફમાં છે, પરંતુ બ્રાહ્મણોની સ્થિતિ જોઇને પણ બહુ દુઃખ થાય છે.
ઉલ્લેખનીય છે કે કંગનાનુ આ ટ્વીટ હવે સોશ્યલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થવા લાગ્યુ છે, વળી બીજીબાજુ કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલ વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા મામલે એફઆઇઆર નોંધવામાં આવી છે.
મુંબઇ પોલીસે બૉલીવુડ એક્ટ્રેસ કંગના અને તેની બહેનને સમન્સ પાઠવીને તેને આગામી અઠવાડિયે હાજર થવા કહ્યું છે. સમન્સ જોયા બાદ કંગનાએ એક ટ્વીટ કરતા લખ્યુ હતુ- ઝનૂની પેન્ગુઇન સેના.... મહારાષ્ટ્રના પપ્પુપ્રો, બહુજ યાદ આવે છે ક-ક-ક-ક-ક- કંગના, કોઇ વાત નહીં જલ્દી આવી જઇશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion