શોધખોળ કરો
વારંવાર ખાસી આવવાથી ગભરાઇ ગયેલી કઇ એક્ટ્રેસ હૉસ્પીટલમાં જઇને કરાવી લીધો કોરોના ટેસ્ટ, પછી શું થયુ...
વારંવાર ખાસી -ઉધરસ આવવાથી એક્ટ્રેસ ગભરાઇ ગઇ હતી, અને તરતજ હૉસ્પીટલ દોડી ગઇ અને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જોકે મનિષાને માઇનૉર કફની પ્રૉબ્લમ સામે આવી હતી

ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણે દેશભરમાં 71 લાખથી વધુનો આંકડો પાર કરી દીધો છે. કોરોના વાયરસની ઝપેટમાં કેટલીય મોટી મોટી હસ્તીઓ પણ આવવા લાગી છે. લોકોને નાની મોટી ખાંસી-ઉધરસ આવે તો પણ કોરોનાનો ડર લાગી રહ્યો છે. આવુજ કંઇક બૉલીવુડ એક્ટ્રેસ મનિષા કોઇરાલા સાથે થયુ છે. અભિનેત્રી મનિષા કોઇરાલાએ ટ્વીટર એકાઉન્ટ પર એક જાણકારી શેર કરી છે. જેમાં તેને જણાવ્યુ કે થોડાક દિવસો સુધી તેને ખાંસી આવી હતી. ત્યારબાદ કોરોનાથી ગભરાઇ ગયેલી એક્ટ્રેસે પોતાના કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેને જણાવ્યુ કે તેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. એટલે કે વારંવાર ખાસી -ઉધરસ આવવાથી એક્ટ્રેસ ગભરાઇ ગઇ હતી, અને તરતજ હૉસ્પીટલ દોડી ગઇ અને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જોકે મનિષાને માઇનૉર કફની પ્રૉબ્લમ સામે આવી હતી. મનિષા કોઇરાલાએ ટ્વીટ કરતા લખ્યું- મને ખાંસી-ઉધરસની આવતી હતી, ત્યારબાદ હું ડરી ગઇ, મે મારો કોરોના ટેસ્ટ કરાવ્યો, જેમાં હુ નેગેટિવ આવી ગઇ છું. મનિષાના આ ટ્વીટ પર ફેન્સ રિએક્શન્સ આપી રહ્યાં છે.
ફાઇલ તસવીર
ફાઇલ તસવીર વધુ વાંચો





















