Election 2024: લોકસભા ચૂંટણી પહેલા AAPને ઝટકો, આ અભિનેત્રીએ છોડી પાર્ટી
અભિનેત્રી સંભાવના સેઠે આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપી દીધું છે.
Sambhavna Seth Resign From AAP: અભિનેત્રી સંભાવના સેઠે આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેણીના રાજીનામાની માહિતી આપતાં લખ્યું, આપણા દેશ માટે સેવા કરવા માટે ખૂબ જ ઉત્સાહ સાથે એક વર્ષ પહેલા આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ હતી, પરંતુ તેનાથી કોઈ ફર્ક નથી પડતો કે તમે કેટલા પણ સમજદારીથી નિર્ણય લો, તમે હજી પણ ખોટા હોઈ શકો છો... કારણ કે આખરે આપણે માણસ છીએ. મારી ભૂલનો અહેસાસ કરીને હું AAPમાંથી બહાર નીકળવાની સત્તાવાર જાહેરાત કરુ છું."
View this post on Instagram
જાણીતી ભોજપુરી ફિલ્મ અભિનેત્રી સંભવના સેઠે જાન્યુઆરી 2023માં આમ આદમી પાર્ટીની સદસ્યતા લીધી હતી. ત્યારે સંભાવના સેઠને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ દ્વારા પાર્ટીનું સભ્યપદ આપવામાં આવ્યું હતું. પાર્ટીની સદસ્યતા લેતી વખતે સંભાવના સેઠે કહ્યું હતું કે તે લાંબા સમય પછી દિલ્હી આવી છે અને મીડિયાની સામે છે.
ત્યારે આમ આદમી પાર્ટીના ખૂબ વખાણ કર્યા હતા
View this post on Instagram
પાર્ટીમાં સામેલ થતાં જ સંભાવના સેઠે કહ્યું હતું કે હું લોકોને ડિપ્રેશનમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છું. હું 12 વર્ષ પહેલા આવી હતી અને ત્યારે મેં સ્પિચ આપી હતી. મારી મુલાકાત સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલ સાથે થઈ હતી. આમ આદમી પાર્ટી શું કામ કરી રહી છે તે કોઈને કહેવાની જરૂર નથી. હમણાં જ મેં જોયું કે આંખની સારવાર મફતમાં થાય છે. ફ્રી બોલવું ખૂબ જ સરળ છે, પરંતુ કરવું ખૂબ મુશ્કેલ છે.
View this post on Instagram
સંભવના શેઠ દિલ્હીના રહેવાસી છે.
સંભવના સેઠ બિગ બોસની બે સીઝનમાં સામેલ થઈ ચૂકી છે. તે મૂળ દિલ્હીની છે. સંભવના સેઠે 400 થી વધુ ભોજપુરી ફિલ્મો અને 25 થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.