શોધખોળ કરો
Advertisement
તબ્બૂ પોતે હજુ સુધી કુંવારી હોવા પાછળ કયા હીરોને ગણે છે જવાબદાર, લગ્ન કરવા અંગે તેને શું કર્યો ખુલાસો
અભિનેત્રીએ ઇન્ટરવ્યૂ દરમિયાન પોતે અનમેરિડ હોવા પાછળ અજય દેવગનને જવાબદાર ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અજય અને તબ્બૂ ગાઢ મિત્રો પણ છે
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી તબ્બૂ પોતાની સક્સેસ બૉલીવુડ લાઇફને લઇને હંમેશા ચર્ચમાં રહી છે. તેની સક્સેસ લાઇફ હોવા છતાં તબ્બૂએ આજ સુધી લગ્ન નથી કર્યુ. હવે લાંબા સમય બાદ તબ્બૂએ પોતે અનમેરિડ હોવા અંગે મોટો ખુલાસો કર્યો છે, તબ્બૂએ જણાવ્યુ કે તે અનમેરિડ હોવા પાછળનુ કારણ એક્ટર અજય દેવગન છે.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન એક્ટ્રેસ તબ્બૂએ કહ્યું હતુ કે, હું અજય દેવગનને 25 વર્ષોથી ઓળખુ છુ, અજય મારા કઝિન સમીર આર્યનો પાડોશી અને ક્લૉઝ ફ્રેન્ડ હતો. આવામાં જ્યારે હું નાની હતી ત્યારે તે બન્ને મારા પર બહુ નજર રાખતા હતા. ક્યારેય પણ કોઇ છોકરા સાથે મને વાત કરતા જોઇ લેતો તેઓ તેની સાથે મારામારી કરતા હતા. અજય અને સમીર બન્ને બહુ મોટા ગુંડા હતા.
અભિનેત્રીએ ઇન્ટરવ્યૂ દરમિયાન પોતે અનમેરિડ હોવા પાછળ અજય દેવગનને જવાબદાર ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અજય અને તબ્બૂ ગાઢ મિત્રો પણ છે. ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ તબ્બૂનો જન્મ 4 નવેમ્બર 1970ના રોજ થયો હતો, તબ્બૂ આ વર્ષે પોતાનો 50મો જન્મદિવસ મનાવી રહી છે. તબ્બૂ ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી જ આવે છે. તબ્બૂએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો.
તબ્બૂએ ફિલ્મ હમ નૌજવાન અને બાજાર સહિત કેટલીય ફિલ્મોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ભૂમિકા નિભાવી છે. 1980થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી તબ્બૂ પોતાની અત્યાર સુધીની કેરિયરમાં કેટલાય પૉપ્યૂલર રૉલ કરી ચૂકી છે, અને ફિલ્મ કેરિયર સક્સેસફૂલ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement