શોધખોળ કરો
Advertisement
એક્ટિંગ છોડીને રાજનીતિમાં આવેલી આ હૉટ એક્ટ્રેસનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયુ હેક, જાણો વિગતે
ઉર્મિલા માતોંડકર પોતાના ટ્વીટમાં લખ્યું- મારુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઇ ગયુ છે, પહેલા તેને પ્રત્યક્ષ મેસેજ મોકલ્યો, અને તેમાં બતાવ્યુ કે કેટલાક તબક્કાઓનુ અનુસરણ કરવા પર એકાઉન્ટ પ્રમાણિત કરવાની વાત કહી અને ત્યારબાદ એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યુ
મુંબઇઃ એક્ટિંગની દુનિયા છોડીને રાજનીતિમાં આવે ચૂકેલી ઉર્મિલા માતોંડકરે જણાવ્યુ કે તેનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી લેવામા આવ્યુ છે, અને તેને આની ફરિયાદ મહારષ્ટ્રા પોલીસના સાયબર સેલમાં કરી છે. ઉર્મિલા માતોંડકરે આ મેસેજની એક તસવીર શેર કરીને પોતાના ટ્વીટર પરથી આની જાણકારી આપી હતી.
ઉર્મિલા માતોંડકર પોતાના ટ્વીટમાં લખ્યું- મારુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઇ ગયુ છે, પહેલા તેને પ્રત્યક્ષ મેસેજ મોકલ્યો, અને તેમાં બતાવ્યુ કે કેટલાક તબક્કાઓનુ અનુસરણ કરવા પર એકાઉન્ટ પ્રમાણિત કરવાની વાત કહી અને ત્યારબાદ એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યુ. આ પછી એક અન્ય ટ્વીટમાં 46 વર્ષની આ એક્ટ્રેસે જણાવ્યુ કે તેને એકાઉન્ટ હેક કરવાની ફરિયાદ મહારાષ્ટ્ર સાયબર સેલમાં નોંધાવી છે.
ઉર્મિલા માતોંડકરે કહ્યું કે મહિલાઓ સાયબર ગુનાઓને હલ્કામાં ના લે, તેને કહ્યું- સાયબર અપરાધ એવા નથી જેને મહિલાઓએ હલ્કામાં લેવા જોઇએ. મેં પોલીસને બીજા કેટલાક એકાઉન્ટ હેક થવાની ફરિયાદ નોંધાવી, અને મુંબઇ પોલીસ સાયબર અપરાધની ઉપાયુક્ત શ્રીમતી રશ્મિ કરણડીકરને મળી, જેમને મને ઘણીબધી જાણકારી આપી, નિશ્ચિત ભવિષ્યમા આ કામ કરશે.
નોંધનીય છે કે થોડાક દિવસો પહેલા જ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર ઉદ્વવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાઇ ગઇ હતી. આ પહેલા તેને લોકસભાની ચૂંટણી કોંગ્રેસની ટિકીટ પર લડી હતી, પરંતુ હારના સામનો કરવો પડ્યો હતો. બાદમા તેને કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion