શોધખોળ કરો
Advertisement
ભાજપના મંત્રીએ બૉલીવુડની હૉટ એક્ટ્રેસને જંગલના ગેસ્ટ હાઉસમાં ‘ડિનર’ માટે બોલાવી, પછી શું થયું?
વિદ્યા બાલને તેનો અસ્વીકાર કરતાં વિજય શાહના આદેશ પર બીજા જ દિવસે ફોરેસ્ટ ઓફિસરે વિદ્યા બાલનની ફિલ્મના શૂટિંગ સાથે સંકળાયેલા યુનિટની ગાડીઓ અટકાવી દીધી હતી. ફિલ્મના નિર્માતાએ તાત્કાલિક મુખ્યમંત્રીને ફરિયાદ કરતાં શૂટિંગના યુનિટને મંજૂરી મળી
ભોપાલઃ મધ્યપ્રદેશમાં ભાજપના એક મંત્રીની હરકત ચર્ચાનો વિષય બની છે. શિવરાજસિંહ ચૌહાણ સરકારના વન મંત્રી વિજય શાહે મધ્ય પ્રદેશમાં શૂટિંગ કરી રહેલી અભિનેત્રી વિદ્યા બાલનને જંગલના ગેસ્ટ હાઉસમાં ‘ડિનર’ માટે આમંત્રણ આપ્યું હતું. વિદ્યા બાલને તેનો અસ્વીકાર કરતાં વિજય શાહના આદેશ પર બીજા જ દિવસે ફોરેસ્ટ ઓફિસરે વિદ્યા બાલનની ફિલ્મના શૂટિંગ સાથે સંકળાયેલા યુનિટની ગાડીઓ અટકાવી દીધી હતી. ફિલ્મના નિર્માતાએ તાત્કાલિક મુખ્યમંત્રીને ફરિયાદ કરતાં શૂટિંગના યુનિટને મંજૂરી મળી. વિદ્યા બાલન 'શેરની' ફિલ્મના શૂટિંગ માટે બાલાઘાટ ગઈ છે.
ફિલ્મના નિર્માતાએ બાલાઘાટમાં 20 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી શૂટિંગ માટે મંજૂરી લીધી હતી. વનમંત્રી વિજય શાહે વિદ્યા બાલન સાથે મુલાકાતની ઈચ્છા વ્યક્ત કરતાં 8 નવેમ્બરે સવારે 11 થી 12 વાગ્યાનો સમય નક્કી થયો હતો. સાંજે ચાર વાગ્યે વનમંત્રીને મહારાષ્ટ્રના તાડોબા અંધારી ટાઇગર રિઝર્વ જવાનું હતું અને ત્યાં જ રાતવાસો પણ કરવાનો હતો. જો કે શાહ બાલાઘાટ જિલ્લામાં જ ભરવેલી ખાતેના રેસ્ટ હાઉસમાં રોકાઈ ગયા. સાંજે પાંચ વાગ્યે તેઓ સીધા વિદ્યા બાલનને મળવા પહોંચી ગયા અને તેમને મળીને ગેસ્ટ હાઉસમાં તેની સાથે ડિનર કરવાની ઇચ્છા વ્યક્ત કરી.
વિદ્યા બાલન મહારાષ્ટ્રના ગોંદિયામાં રોકાઈ હતી તેથી તેણે વહેલું નિકળવાનું હતું તેથી તેણે મંત્રી સાથે ડિનર કરવાની ના પાડી દીધી. અકળાયેલા વન મંત્રીના આદેશથી બીજા દિવસે ફિલ્મના શૂટિંગના સભ્યો જ્યારે રોજની જેમ લોકેશન પર પહોંચ્યા ત્યારે ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઑફિસર જી. કે. બરકડેએ ફિલ્મના યુનિટની ગાડીઓ અટકાવી દીધી હતી અને તેના કારણે અટકી પડ્યું. આ વાત ઉપરી અધિકારીઓ સુધી વાત પહોંચતાં આદેશો છૂટ્યા અને ત્યાર બાદ શૂટિંગ શરૂ થઈ શક્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement