શોધખોળ કરો

"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી

Actresses Opens Up On Casting Couch: બોલિવૂડથી લઈને ટેલિવિઝન ઉદ્યોગ સુધીની ઘણી અભિનેત્રીઓએ કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો છે. આ અભિનેત્રીઓએ વારંવાર ગ્લેમર પાછળ છુપાયેલી કાળી વાસ્તવિકતાને ઉજાગર કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેની આત્મહત્યાએ કાસ્ટિંગ કાઉચનો પર્દાફાશ કર્યો.
  • સંચિતાના મોત બાદ આંચલ ખુરાનાએ ઇન્ડસ્ટ્રીના કાળા સત્યો જણાવ્યા.
  • અન્ય અભિનેત્રીઓએ રોલ માટે કાસ્ટિંગ કાઉચ અને શોષણના અનુભવો વર્ણવ્યા.

Actresses Opens Up On Casting Couch:  તાજેતરમાં જ ટીવી એક્ટ્રેસ સંચિતા ઉગલેએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. 22 વર્ષની આ અભિનેત્રીના આ પગલાથી દરેક વ્યક્તિ ચોંકી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંચિતા ડિપ્રેશનમાં હતી. તેના ભાઈએ પણ ખુલાસો કર્યો છે કે કાસ્ટિંગ એજન્ટો સંચિતાને હેરાન કરી રહ્યા હતા.

 

બીજી તરફ, સંચિતાના સુસાઈડ પછી અભિનેત્રી આંચલ ખુરાનાએ પણ ગ્લેમર ઇન્ડસ્ટ્રીના કાળા સત્ય પરથી પડદો ઉઠાવતા કહ્યું કે, "જો તમે કોઈની સાથે સૂવો નહીં, તો તમને રિપ્લેસ  કરી દેવામાં આવે છે." જોકે, ટીવીની ઘણી અભિનેત્રીઓ પહેલાથી જ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ અને કોમ્પ્રોમાઈઝને લઈને પોતાનું મૌન તોડી ચૂકી છે.

આ પણ વાંચો....Dhamaal 4 Trailer: 'ધમાલ- 4'નું ટ્રેલર રીલિઝ, જોઈને તમે હસી-હસીને લોથપોથ થઈ જશો

લવીના ટંડન

'જોધા અકબર'માં રુકૈયા બેગમના પાત્રથી ફેમસ થયેલી લવીના ટંડનને પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં લવીનાએ જણાવ્યું હતું કે, એક કાસ્ટિંગ ડાયરેક્ટરે સાઉથની એક ફિલ્મમાં રોલ માટે તેનો સંપર્ક કર્યો હતો. જ્યારે તેણે ફિલ્મના બજેટ વિશે પૂછ્યું, ત્યારે ડાયરેક્ટરે 5 લાખ રૂપિયાની ઓફર કરી. જોકે, પાછળથી તેણે કહ્યું કે જો તે "કોમ્પ્રોમાઈઝ" કરવા તૈયાર હોય, તો ફિલ્મનું બજેટ 7 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે.

દિવ્યાંકા ત્રિપાઠી

એક વાતચીત દરમિયાન દિવ્યાંકાએ જણાવ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે તેની પાસે પૈસા નહોતા અને તેના પર ઘણું દબાણ હતું. તેણે જણાવ્યું કે તેને એક ઓફર મળી હતી અને તેને કહેવામાં આવ્યું હતું કે, "તમારે આ ડાયરેક્ટર સાથે રહેવું પડશે અને તમને મોટો બ્રેક મળશે." એક્ટ્રેસે કહ્યું કે તેની સાથે એવી રીતે વાત કરવામાં આવી જાણે દરેક વ્યક્તિ આવું જ કરી રહી હોય.

મદાલસા શર્મા

'અનુપમા' ફેમ એક્ટ્રેસ મદાલસા શર્માએ એક ઈન્ટરવ્યુમાં કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ક્યારેક તમે એવા લોકોને મળો છો 'જેઓ કદાચ એવી વસ્તુઓમાં વધુ રસ ધરાવતા હોય છે જે આપવા માટે તમે બિલકુલ તૈયાર નથી હોતા.' એક્ટ્રેસે જણાવ્યું કે જ્યારે પણ તેને કોઈની હાજરીમાં કે મીટિંગ દરમિયાન અનકમ્ફર્ટેબલ લાગ્યું, ત્યારે તે બસ ત્યાંથી ઊભી થઈને ચાલી ગઈ. તેણે કહ્યું કે આ એક અંગત નિર્ણય છે.

સ્નેહા જૈન

'સાથ નિભાના સાથિયા 2'ની એક્ટ્રેસ સ્નેહા જૈને પણ જણાવ્યું હતું કે, તેને એક સાઉથ ફિલ્મની ઓફર મળી હતી અને ડાયરેક્ટર-પ્રોડ્યુસરને મળવા માટે તેને હૈદરાબાદ જવું પડ્યું હતું. બાદમાં તેને કહેવામાં આવ્યું કે તેણે કોમ્પ્રોમાઈઝ કરવું પડશે અને કોન્ટ્રેક્ટ સાઈન કર્યા પછી ડાયરેક્ટર સાથે સમય વિતાવવો પડશે અને તેઓ જે પણ કહે તે કરવું પડશે.

કિશ્વર મર્ચન્ટ

ઘણા ટીવી શોનો હિસ્સો રહી ચૂકેલી કિશ્વરે જણાવ્યું હતું કે, એકવાર તેને એક હીરો સાથે સૂવા માટે કહેવામાં આવ્યું હતું. એક્ટ્રેસે એવું કરવાની સાફ ના પાડી દીધી અને તે મીટિંગ છોડીને બહાર નીકળી ગઈ હતી.

આરાધના શર્મા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' અને 'સ્પ્લિટ્સવિલા' જેવા શોનો હિસ્સો રહી ચૂકેલી આરાધના શર્માએ પોતાની સાથે બનેલી એક ડરામણી ઘટના વિશે જણાવ્યું હતું. તેણે જણાવ્યું કે તે એક રોલના સિલસિલામાં રાંચી ગઈ હતી અને સ્ક્રિપ્ટ રીડિંગ દરમિયાન તેને ખોટી રીતે અડવામાં આવી હતી. તેણે તે માણસને ધક્કો માર્યો અને ત્યાંથી ભાગી ગઈ હતી.

જેસ્મિન ભસીન

બિગ બોસ 14 ફેમ જેસ્મિન ભસીને પણ પોતાના કાસ્ટિંગ કાઉચના અનુભવ વિશે જણાવ્યું હતું. એક્ટ્રેસે કહ્યું હતું કે, એક ડાયરેક્ટરે તેની સાથે હદ વટાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેસ્મિને જણાવ્યું, "હું મીટિંગ માટે ગઈ હતી, સૌથી પહેલા તો હું એક માણસને ડ્રિંક કરતા અને મને ઓડિશન આપવાનું કહેતા જોઈને ડરી ગઈ, અને કો-ઓર્ડિનેટર પણ રૂમમાંથી ચાલ્યો ગયો. તેથી મેં તેને કહ્યું, 'સર, ઠીક છે, હું સીન તૈયાર કરી લઈશ અને કાલે પાછી આવીશ.' તેણે કહ્યું, 'ના, ના, તારે અત્યારે જ કરવું પડશે' એટલે મેં કર્યું."

તેણે આગળ જણાવ્યું, "તેણે મને કહ્યું, 'ના, એમ નહીં.' મેં બીજી રીતે કર્યું, તો તેણે કહ્યું, 'ના, એમ પણ નહીં.' તારે કરવું પડશે... તેણે મને બંધ કરી દીધી અને તે કંઈક બીજું કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ મેં મારી સમજદારી વાપરી અને ત્યાંથી ભાગી ગઈ."

Frequently Asked Questions

સંચિતા ઉગલેનું મૃત્યુ કયા કારણે થયું હતું?

ટીવી એક્ટ્રેસ સંચિતા ઉગલેએ ડિપ્રેશનમાં આવીને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેના ભાઈએ ખુલાસો કર્યો હતો કે કાસ્ટિંગ એજન્ટો તેને હેરાન કરતા હતા.

આંચલ ખુરાનાએ ગ્લેમર ઇન્ડસ્ટ્રી વિશે શું સત્ય ઉજાગર કર્યું?

આંચલ ખુરાનાએ જણાવ્યું કે ગ્લેમર ઇન્ડસ્ટ્રીનું કાળું સત્ય એ છે કે

કઈ અભિનેત્રીઓએ કાસ્ટિંગ કાઉચનો અનુભવ શેર કર્યો છે?

લવીના ટંડન, દિવ્યાંકા ત્રિપાઠી, મદાલસા શર્મા, સ્નેહા જૈન, કિશ્વર મર્ચન્ટ, આરાધના શર્મા અને જેસ્મિન ભસીન જેવી ઘણી અભિનેત્રીઓએ તેમના કાસ્ટિંગ કાઉચના અનુભવો જાહેર કર્યા છે.

કાસ્ટિંગ કાઉચના અનુભવો કેવા પ્રકારના હતા જે અભિનેત્રીઓએ શેર કર્યા?

અભિનેત્રીઓને રોલ માટે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Advertisement

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget