શોધખોળ કરો

Adipurush: યૂટ્યૂબ પર લીક થઈ પ્રભાસ-કૃતિની ફિલ્મ આદિપુરુષ, કલાકોમાં જ આવ્યા 2 મિલિયનથી વધુ વ્યૂઝ

પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' હાલમાં સિનેમાઘરોમાં ચાલી રહી છે. જોરદાર વિવાદો વચ્ચે ફિલ્મનું સ્ક્રિનિંગ હજુ પણ ચાલી રહ્યું છે.

'Adipurush' Leaked On Youtube: પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' હાલમાં સિનેમાઘરોમાં ચાલી રહી છે. જોરદાર વિવાદો વચ્ચે ફિલ્મનું સ્ક્રિનિંગ હજુ પણ ચાલી રહ્યું છે, જોકે ફિલ્મની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. હવે ફિલ્મના ઓનલાઈન લીક થવાનો મામલો સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ફિલ્મ ઓનલાઈન પાઈરેસીનો શિકાર બની હતી અને હવે આ ફિલ્મ ઓનલાઈન લીક થઈ ગઈ છે.

યુટ્યુબ પ્લેટફોર્મ પર ફિલ્મ 'આદિપુરુષ' લીક થવાના સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝ18 અનુસાર, આ ફિલ્મ યુટ્યુબ પર HD ક્વોલિટીમાં જોવા માટે ઉપલબ્ધ હતી અને તેને 2.3 મિલિયનથી વધુ લોકોએ થોડી જ વારમાં જોઈ હતી. જો કે, હવે આ ફિલ્મ યુટ્યુબ પર ઉપલબ્ધ નથી કારણ કે માલિકે હવે તેને સાઇટ પરથી હટાવી દિધી છે. 

ફિલ્મને લઈને વિવાદ હજુ પણ ચાલુ છે 

તમને જણાવી દઈએ કે ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરુષ'ને તેના ડાયલોગ્સ અને પાત્રોના લુક્સને લઈને ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો છે. જોકે, વિવાદને કારણે મેકર્સે ફિલ્મના ડાયલોગ્સમાં ફેરફાર કર્યા હતા, તેમ છતાં લોકોનો ફિલ્મ સામેનો વિરોધ સમાપ્ત થયો ન હતો. હાલમાં જ ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીરે ટ્વીટ કરીને સ્વીકાર્યું છે કે ફિલ્મને કારણે લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. આ માટે તેણે માફી માંગી છે.

View this post on Instagram
 
A post shared by Prabhas (@actorprabhas)

મનોજ મુન્તશીરે માફી માંગી હતી

મનોજ મુન્તશીરે લખ્યું, “હું સ્વીકારું છું કે આદિપુરુષ ફિલ્મ દ્વારા લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. મારા તમામ ભાઈઓ અને બહેનો, વડીલો, આદરણીય ઋષિઓ અને શ્રી રામના ભક્તોની હું હાથ જોડીને બિનશરતી માફી માંગુ છું. ભગવાન બજરંગ બલી આપણા બધાને આશીર્વાદ આપે, આપણને એક અને અતૂટ રહેવાની અને આપણા પવિત્ર શાશ્વત અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપે!' આદિપુરુષ, મહાકાવ્ય રામાયણ પર આધારિત, 16 જૂનના રોજ રીલિઝ થઈ હતી અને 600 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી.  આ ફિલ્મે અત્યાર સુધીમાં સ્થાનિક બોક્સ ઓફિસ પર 128 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 

દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી

PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત

‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉંમર નાની, સીનસપાટા મોટાHun To Bolish : હું તો બોલીશ : મહાનગરપાલિકા કે 'દલા તરવાડી'ની વાડી?Surat Accident : બેફામ કાર હંકારી 2નો ભોગ લેનારા કિર્તનને ચાલવાના ફાંફાં , કેવી રીતે કર્યો અકસ્માત?Gujarat AAP : દિલ્લી બાદ AAPને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, જુઓ સૌથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી

વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ

Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ

Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર

Embed widget