શોધખોળ કરો
Advertisement
સુશાંત આત્મહત્યા કેસમાં પોલીસે આદિત્ય ચોપડાની પુછપરછ કરી તો બહાર આવ્યો મોટો ખુલાસો, જાણો વિગતે
આદિત્ય ચોપડાના નિવેદનો સાથે જોડાયેલી માહિતી સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર આદિત્યા ચોપડાએ પોલીસને જણાવ્યુ કે યશરાજે સુશાંતને બીજા કોઇ સાથે કામ કરવા માટે ન હતો રોક્યો
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઇને મુંબઇ પોલીસ કન્ટીન્યૂ તપાસ કરી રહી છે. આને લઇને પોલીસે 35 લોકોની પુછપરછ કરી છે, જેમાં યશરાજ બેનરના આદિત્ય ચોપડા પણ સામેલ છે. હવે આદિત્ય ચોપડાના નિવેદનો સાથે જોડાયેલી માહિતી સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર આદિત્યા ચોપડાએ પોલીસને જણાવ્યુ કે યશરાજે સુશાંતને બીજા કોઇ સાથે કામ કરવા માટે ન હતો રોક્યો.
પોલીસ સુત્રો અનુસાર, આદિત્યા ચોપડાનુ કહેવુ છે કે રણવીર સિંહને સુશાંત સિંહની સાથે થયેલા કૉન્ટ્રાક્ટ પહેલા જ સાઇન કરી લીધો હતો. આવામાં એ આરોપ નિરાધાર છે કે યશરાજના કૉન્ટાક્ટના કારણે સુશાંતને કામ કરવાથી રોકવામાં આવ્યો હતો. સાથે આદિત્ય ચોપડાએ જણાવ્યુ કે ફિલ્મ રામલીલા દરમિયાન સંજય લીલા ભંસાળીનો આરોપ છે કે યશરાજ ફિલ્મ્સે કૉન્ટ્રાક્ટના કારણે સુશાંતને ફિલ્મ ના કરવા દીધી, જ્યારે આ નિરાધાર છે કે ફિલ્મ માટે રણવીર સિંહને મંજૂરી આપવામાં આવી, જોકે તે પણ યશરાજ સાથે કૉન્ટ્રાક્ટ પર હતો.
આદિત્ય ચોપડાએ જણાવ્યુ કે, રણવીરે ફિલ્મ રામલીલા વર્ષ એપ્રિલ 2012માં સાઇન કરી હતી,જ્યારે યશરાજની સાથે સુશાંતનો કૉન્ટ્રાક્ટ વર્ષ 2012ના નવેમ્બરમાં શરૂ થયો હતો. ભંસાળીની સાથે ફિલ્મ ના કરવા દેવા માટે યશરાજ ફિલ્મ્સએ મંજૂરી ના આપી એ સવાલ જ પેદા નથી થતો.
હાલ, સુશાંત સિંહ રાજપૂત કેસ મુંબઇ પોલીસના હાથમાં છે, ત્યારે કેટલાક લોકો આને સીબીઆઇ તપાસ કરાવવાની માંગ કરી રહ્યાં છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પણ આ કેસની સીબીઆઇ તપાસ કરાવવાની માંગ કરી છે.
નોંધનીય છે કે, સુશાંત સિંહે 14 જૂને પોતાના બ્રાંદ્રા સ્થિત ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપૉટિઝમની ચર્ચા છેડાઇ હતી. મુંબઇ પોલીસ આ મામલે લોકોની સઘન પુછપરછ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement