Affair : ઋષભ પંતનું નામ સાંભળતા જ ઉર્વશીએ અકળાઈને કહી દીધું કે...
આ વાતની એક ઝલક આઈફા એવોર્ડમાં જ જોવા મળી હતી. આઈફા ઈવેન્ટ માટે અબુધાબી પહોંચેલી અભિનેત્રી ઉર્વશીને જ્યારે ક્રિકેટર વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે સ્પષ્ટપણે જ આ સવાલ ટાળી દીધો હતો.
Urvashi Rautela latest News: જ્યારે પણ ક્રિકેટર ઋષભ પંતની વાત થાય છે ત્યારે બોલિવુડની જાણીતિ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો ઉલ્લેખ ના થાય તો જ નવાઈ. ઋષભ પંતના નામ સાથે ઉર્વશીનું નામ આપોઆપ જ જોડાય જાય છે. જ્યારે જ્યારે પણ ઉર્વશી રૌતેલાની વાત થાય છે ત્યારે ઋષભ પંતનું નામ જીભ પર આવી જાય છે. પરંતુ એવું લાગે છે કે, હવે ઉર્વશીએ ઋષભ અને તેના નામથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.
આ વાતની એક ઝલક આઈફા એવોર્ડમાં જ જોવા મળી હતી. આઈફા ઈવેન્ટ માટે અબુધાબી પહોંચેલી અભિનેત્રી ઉર્વશીને જ્યારે ક્રિકેટર વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે સ્પષ્ટપણે જ આ સવાલ ટાળી દીધો હતો.
ઉર્વશીને ઋષભની તબિયત વિશે પૂછવામાં આવ્યું તો કહ્યું કે...
હાલના દિવસોમાં અબુ ધાબીમાં આઈફા ઈવેન્ટ થઈ રહી છે. જેમાં બોલિવૂડના તમામ સ્ટાર્સ પહોંચ્યા છે. ઉર્વશી રૌતેલા પણ તેમાંથી એક છે. જે હાલમાં પોતાની સ્ટાઈલને લઈને ખૂબ ચર્ચામાં છે, આ દરમિયાન એક નાનકડા ઈન્ટરવ્યુમાં તેને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ઋષભ પંત હવે ઘણો સ્વસ્થ થઈ ગયો છે, તો તમે તેને શું શુભેચ્છાઓ આપવા માંગો છો? ઉર્વશીએ આ પ્રશ્ન ખૂબ જ શાંતિથી સાંભળ્યો અને પછી કહ્યું હતું કે, આ આઈફા છે. આપણે ફિલ્મો, કલાકારોની ઉજવણી કરી રહ્યા છીએ, તેથી આપણે માત્ર ફિલ્મોની વાત કરીએ, ક્રિકેટની નહીં.
મતલબ કે ઉર્વશીએ સંપૂર્ણ રીતે નક્કી કરી લીધું છે કે, હવે તે ઋષભ અને તેના વિચારોથી પોતાને દૂર રાખશે. જો કે આ પહેલા બંને વચ્ચે કેવા સંબંધો હતા તે બધા જાણે છે. એક સમય એવો હતો જ્યારે તેમની વચ્ચે અફેરના સમાચાર આવ્યા હતા. પરંતુ અચાનક જ ખબર નહીં એવું તે શું થયું કે, સોશિયલ મીડિયા પર તેમના શબ્દોના યુદ્ધે ઘણી ચર્ચા જગાવી. બીજી તરફ, જ્યારે ઋષભ પંતનો અકસ્માત થયો હતો અને તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો, ત્યારે હોસ્પિટલની બહારની તસવીર ઉર્વશીએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરી હતી. જેના કારણે બંને વચ્ચે કંઈક હોવાની ફરી એકવાર ઘણી ચર્ચા થઈ હતી. પરંતુ હવે ઉર્વશીએ ના પાડી દીધી છે. તેના પ્રશ્નનો જવાબ આપવા માટે પણ તે ઈનકાર કરી રહી છે.
View this post on Instagram
Urvashi Rautela Pics: ઉર્વશી રૌતેલાએ ક્રિકેટ સ્ટેડિયમથી શેર કરી રહસ્યમય પોસ્ટ, કેપ્શનમાં લખ્યું- 'એક ઘાયલ હૃદય'
બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી ઉર્વશી રૌતેલા કોઈ અલગ ઓળખ પર નિર્ભર નથી. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી ઉર્વશી રૌતેલાની એક યા બીજી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતા રહે છે. આ દરમિયાન ગુરુવારે ઉર્વશીએ ક્રિકેટ ગ્રાઉન્ડની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી હતી. જેના કેપ્શનમાં ઉર્વશી રૌતેલાએ ઘાયલ દિલ સાથે એક વાત લખી છે. હવે ઉર્વશી રૌતેલાની આ રહસ્યમય પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
ઉર્વશી રૌતેલાએ લેટેસ્ટ તસવીરો શેર કરી
ગુરુવારે ઉર્વશી રૌતેલાએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નવીનતમ તસવીરો શેર કરી. ઉર્વશી રૌતેલાની આ તસવીર દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમની છે, જ્યાં ઉર્વશી હાલમાં જ દિલ્હી કેપિટલ્સ ટીમની IPL મેચ જોવા પહોંચી હતી. આ ફોટામાં તમે જોઈ શકો છો કે ઉર્વશી રૌતેલા લાઇટ ગ્રીન રંગનો વન પીસ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. ઉર્વશી રૌતેલાની આ લેટેસ્ટ તસવીરોમાં તેની બેક સાઈડ દેખાઈ રહી છે.