શોધખોળ કરો
Advertisement
વિરૂષ્કાના ઘરે દીકરીનો જન્મ, જ્યોતિષાચાર્ય આપ્યા આ પ્રકારના ભાવિના સંકેત
વિરૂષ્કા ઘરે આ આજે લક્ષ્મીનું આગમન થતા જ્યાતિષાચાર્યે બાળકીના જન્મના ગ્રહોને જોઇને કેવું ભાવિ રહેશે તેના સંકેત આપ્યાં છે.
બોલિવૂડ:વિરાટ કોહલી અને અનુષ્કાના ઘરે બાળકીનું આગમન થતાં તેમના ફેન્સમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. 11 જાન્યુઆરી પોષ માસની શિવરાત્રીએ બાળકીના જન્મને જ્યોતિષીએ શુભ ગણાવ્યો છે. જ્યોતિષી મુજબ બાળકી ઉર્જાવાન અને ઓજસ્વી પ્રતિભાશાળી બનશે.
આજે સોમવાર અને શિવરાત્રીના અદભૂત સંયોગ છે. આ સંયોગ અત્યુત્મ ભાગ્ય પ્રદાન કરનાર છે. બાળકીની રૂચિ ફિલ્મથી વધુ સ્પોર્ટસમાં હશે, શક્ય છે કે વિરૂષ્કાની દીકરી સ્પોર્ટસ ક્ષેત્રે સારી ખ્યાતિ મેળવે.
દીકરીની રાશિ વૃશ્ચિક આવી છે. રાશિનો સ્વામી મંગળ છે. મંગળ ગ્રહોનો સેનાપતિ મનાય છે.વિરાટ પણ ખુદ મહાન ખેલાડી છે અને ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન છે. ગ્રહોના આધારે કહી શકાય કે, દીકરી પર પિતાનો વધુ પ્રભાવ રહેશે. તે પિતા જ તેમના આદર્શ બનશે.
જ્યોતિષચાર્યના મત મુજબ વિરૂષ્કાની દીકરી ચંચળ, વાતુડી અને ઉત્સાહી હશે, તેના રાશિનો સ્વામી મંગળ, મેષ રાશિમાં છે, તેથી તેનો સ્વામી પણ મંગળ દેવ છે. આ પ્રકારની કુંડળી ધરાવતા જાતક અટિટ્યૂડવાળા અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હોય છે. તેમજ ખૂબજ લોકપ્રિય પણ હોય છે. તેઓ શાનદાર રીતે ફેન્સનું દિલ જીતનારા હોય છે.
વિરાટ કોહલીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને દીકરીના જન્મની ખુશખબર આપી હતી. તેમણે શુભકામના, પ્રાર્થના અને પ્રેમ આપવા બદલ ફેન્સનો આભાર માન્યો હતો.
વિરાટ કોહલીએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, ‘અનુષ્કા અને દીકરી સંપૂર્ણ સ્વસ્થ છે અને જિદગીનો આ નવા અધ્યાય શરૂ થતાં ખૂબ જ ખુશ છું’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement