શોધખોળ કરો
Advertisement
અજય દેવગનનું કોરોના વાયરસ પર બનાવેલુ ગીત 'ઠહર જા' રિલીઝ, લોકોને આપી ખાસ સલાહ
અજય દેવગને લોકોને જાગૃત કરવા માટે કોરોના વાયરસ પર 'ઠહર જા' (Thahar Ja) ગીત ગાયુ છે. આના મારફતે લોકોને ઘરોમાં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. ગીત લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે
નવી દિલ્હીઃ દેશમા કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, દેશના તમામ સ્ટાર્સ કોરોના સામે જાગૃતિ ફેલાવવા માટે અવનવા અખતરા કરી રહ્યાં છે, હવે એક્ટર અજય દેવગને આ માટે એક ખાસ ગીત ગાયુ છે, જે રિલીઝ પણ કરી દેવાયુ છે.
અજય દેવગને લોકોને જાગૃત કરવા માટે કોરોના વાયરસ પર 'ઠહર જા' (Thahar Ja) ગીત ગાયુ છે. આના મારફતે લોકોને ઘરોમાં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. ગીત લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે.
ખાસ વાત છે કે, 'ઠહર જા' ગીતને ખુદ અજય દેવગને પ્રૉડ્યૂસ કર્યુ છે, આ ગીતને મેહુલ વ્યાસે ગાયુ છે, આના શબ્દો અનિલ વર્માએ લખ્યા છે. ગીતમાં કોરોનાના કારણે દેશમાં ઉભી થયેલી સ્થિતિમાં લોકો કેવી રીતે એકબીજાની મદદ કરી રહ્યાં છે, આ વાતને દર્શાવાઇ છે.
અજય દેવગને 'ઠહર જા' ગીતનો વીડિયો પોતાના ટ્વીટર હેન્ડલ પરથી શેર કર્યો છે. લખ્યુ- રુકો અને પ્રાર્થના કરો, આપણે આ વાવાઝોડાનો એકસાથે સામનો કરીશું, સુરક્ષિત રહો, ખુશ રહો, પોતાનાઓ માટે 'ઠહર જા'.....
નોંધનીય છે કે, આ પહેલા અક્ષય કુમારે પણ તેરી મિટ્ટી ગીત થીમ પર ડૉક્ટરોને સન્માન આપ્યુ હતુ, હવે અજયે પણ ખાસ ગીત મારફતે દેશવાસીઓને જાગૃત કરવા પ્રયાસ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દુનિયા
Advertisement