શોધખોળ કરો

Akhil Mishra Death: ફિલ્મ '3 ઇડિયટ્સ'ના એક્ટર અખિલ મિશ્રાનું 58 વર્ષની ઉંમરમાં નિધન, બિલ્ડિંગ પરથી નીચે પડતા થયુ મોત

‘3 ઈડિયટ્સ’માં લાઇબ્રેરિયન દુબેની ભૂમિકા ભજવીને જાણીતા બનેલા અભિનેતા અખિલ મિશ્રાનું નિધન થયું છે

Akhil Mishra Death: બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં લાઇબ્રેરિયન દુબેની ભૂમિકા ભજવીને જાણીતા બનેલા અભિનેતા અખિલ મિશ્રાનું નિધન થયું છે. એક રિપોર્ટ અનુસાર, કામ કરતા સમયે બિલ્ડિંગ પરથી નીચે પડી જવાથી અભિનેતાનું મોત થયું હતું. અખિલ મિશ્રાના આકસ્મિક નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અખિલ મિશ્રાનું બાલ્કનીમાંથી પડી જતાં મોત થયું હતું

ઇ-ટાઇમ્સના રિપોર્ટ મુજબ, અભિનેતા હૈદરાબાદમાં એક પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યા હતા. બાલ્કની પાસે કામ કરતા સમયે તેઓ ઊંચી ઈમારત પરથી પડી ગયા હતા. અખિલના પરિવારમાં તેમના પત્ની સુઝૈન બર્નર્ટ છે, તેઓ પણ જર્મન અભિનેત્રી છે. અખિલે અંતિમ શ્વાસ લીધા ત્યારે તે હૈદરાબાદમાં હતા તેમણે કહ્યું કે મારુ દિલ તૂટી ગયું છે.

અખિલે ઘણા ટીવી શો અને ફિલ્મો કરી છે

અખિલે ટીવી પર ઘણા શો પણ કર્યા. તેઓ ઉત્તરન, ઉડાન, સીઆઈડી, શ્રીમાન શ્રીમતી, હાતિમ સહિત ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. અખિલ ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. તેમણે 'ડોન', 'ગાંધી', 'માય ફાધર', 'શિખર', 'કમલા કી મૌત', 'વેલ ડન અબ્બા' જેવી ફિલ્મોમાં ઘણી ભૂમિકાઓ ભજવી હતી.                      

જો કે, અખિલને "3 ઇડિયટ્સ" માં લાઇબ્રેરિયન દુબેની ભૂમિકા માટે ઓળખવામાં આવે છે.  આ ફિલ્મમાં આમિર ખાન, શરમન જોશી, કરીના કપૂર ખાન, આર માધવન, બોમન ઈરાની અને અન્ય ઘણા લોકોએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. તેમણે લોકપ્રિય શો "ઉતરન" માં ઉમ્મેદ સિંહ બુંદેલાનું પાત્ર ભજવીને પણ પોતાની છાપ છોડી હતી.

અખિલે જર્મન અભિનેત્રી સુઝૈન બર્નર્ટ સાથે લગ્ન કર્યા

અખિલે 3 ફેબ્રુઆરી, 2009ના રોજ જર્મન અભિનેત્રી સુઝૈન બર્નર્ટ સાથે લગ્ન કર્યા હતા. બાદમાં તેમણે 30 સપ્ટેમ્બર, 2011ના રોજ પરંપરાગત વિધિથી સુઝૈન સાથે લગ્ન કર્યા હતા. 2019 માં આ જોડીએ "મજનૂ કી જૂલિયટ" નામની ટૂંકી ફિલ્મમાં એક્ટિંગ કરી અને ડિરેક્શન પણ કર્યું હતું. તેમના પત્ની સુઝૈન ‘કસૌટી ઝિંદગી કી’, ‘સાવધાન ઈન્ડિયા’, ‘એક હજારો મેં મેરી બહના હૈ’, ‘ચક્રવર્તી અશોક સમ્રાટ’, ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ અને ‘પોરસ’ જેવા ઘણા ટીવી શોનો ભાગ રહી ચૂકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?

T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન

રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન

'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર

કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

Embed widget