Akshay Kumar Indian Citizenship: અક્ષય કુમારને મળી ભારતીય નાગરિકતા, કહ્યુ- 'દિલ અને નાગરિકતા, બંન્ને હિંદુસ્તાની'
Akshay Kumar Indian Citizenship: બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારને ભારતીય નાગરિકતા મળી છે
![Akshay Kumar Indian Citizenship: અક્ષય કુમારને મળી ભારતીય નાગરિકતા, કહ્યુ- 'દિલ અને નાગરિકતા, બંન્ને હિંદુસ્તાની' Akshay Kumar Indian Citizenship: Akshay Kumar gets Indian citizenship on 77th Independence Day Akshay Kumar Indian Citizenship: અક્ષય કુમારને મળી ભારતીય નાગરિકતા, કહ્યુ- 'દિલ અને નાગરિકતા, બંન્ને હિંદુસ્તાની'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/15/2906151ac4eab7af1316172afa6bc7281692082587466355_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Akshay Kumar Indian Citizenship: બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારને ભારતીય નાગરિકતા મળી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. પુરાવા શેર કરતા અક્ષયે લખ્યું- 'દિલ અને સિટિઝનશીપ, બંને હિન્દુસ્તાની છે'
View this post on Instagram
અક્ષય કુમારને મળી ભારતીય નાગરિકતા
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારને ભારતનો પાસપોર્ટ મળી ગયો છે. તેણે ટ્વિટ કરીને લખ્યું- દિલ અને નાગરિકતા બંને હિન્દુસ્તાની છે. અક્ષય પાસે અગાઉ કેનેડાની નાગરિકતા હતી. ફરી ભારતની નાગરિકતા મળ્યા બાદ અભિનેતા ઘણો ખુશ છે. સોશિયલ મીડિયા પર ફેન્સ અભિનેતાને અભિનંદન આપી રહ્યા છે. અક્ષયને મળેલી ભારતીય નાગરિકતાની માહિતી અનુસાર, અક્ષય કુમાર લાંબા સમયથી ભારતીય નાગરિકતા લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કારણ કે તેની પાસે ભારતીય નાગરિકતા નહોતી. જેના કારણે અભિનેતાને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકો અક્ષયને કેનેડા કુમાર તરીકે ટેગ કરતા હતા. અભિનેતાને ટ્રોલ કરતી વખતે લોકો તેની ફિલ્મોને નિશાન બનાવતા હતા. તેની અસર ફિલ્મોના કલેક્શન પર જોવા મળી. લોકો કહેતા - તમે ભારતમાં કામ કરો છો. અહીં તમે કમાઓ છો. પરંતુ તમારી પાસે ભારતીય નાગરિકતા નથી. તમે બીજા દેશની નાગરિકતા ધરાવો છો.
ઘણા મીડિયા ઇન્ટરવ્યુમાં અક્ષયે કેનેડાની નાગરિકતા અંગે ટ્રોલિંગ પર પ્રતિક્રિયા આપી હતી. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં અક્ષય કુમારે કહ્યું હતું- "ભારત મારા માટે સર્વસ્વ છે. મેં જે કંઈ કમાવ્યું છે, તે અહીં રહીને મેળવ્યું છે. અને હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને પાછા ફરવાનો મોકો મળ્યો છે. મને ખરાબ લાગે છે જ્યારે લોકો મારી નાગરિકતા પર સવાલ ઉઠાવે છે. તેઓ કંઈ પણ જાણતા નથી. માત્ર વાતો કરે છે.
ચાહકોએ વ્યક્ત કરી ખુશી
અક્ષય કુમારની પોસ્ટ પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- સર, તમે નફરત કરનારાઓને થપ્પડ મારી, હેપ્પી ઇન્ડિપેન્ડન્સ ડે. જ્યારે એકે લખ્યું- આખરે ભારતીય નાગરિકતા મળી ગઇ. એક યુઝરે લખ્યું- બધાની બોલતી બંધ કરી દીધી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)