Papita Khao: અક્ષય કુમારે કેમ કહ્યું કે દરેક સમસ્યાનો ઉકેલ છે, તમે પપૈયું ખાઓ
અક્ષય કુમારે ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પૂરા કર્યા છે અને તેની સાથે જોડાયેલા ઘણા કિસ્સા સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.
![Papita Khao: અક્ષય કુમારે કેમ કહ્યું કે દરેક સમસ્યાનો ઉકેલ છે, તમે પપૈયું ખાઓ Akshay Kumar Tells Hilarious Story About Neighbour Who Had One Advice For All Problems Papita Khao: અક્ષય કુમારે કેમ કહ્યું કે દરેક સમસ્યાનો ઉકેલ છે, તમે પપૈયું ખાઓ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/22/226f46618c3b1ee9ea9ed96863cfff18_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Papita Khao: અક્ષય કુમારે ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પૂરા કર્યા છે અને તેની સાથે જોડાયેલા ઘણા કિસ્સા સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. હવે અક્ષયે એક તાજેતરનો કિસ્સો જણાવ્યો હતો જે ઇન્ટરનેટ પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. જેમાં તે કહેતો જોવા મળે છે કે, જો તમને કોઈ સમસ્યા હોય તો તમે પપૈયું ખાઓ. ભલે સાંભળવામાં થોડું અજીબ લાગ્યું હશે, પરંતુ અક્ષયે જ આ વાત કહી છે. તો અમે તમને જણાવી દઈએ કે જોલી મૂડનો અક્ષય કુમાર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કોઈને કોઈ કોમેડી કે પ્રૅન્ક કરવા માટે જાણીતો છે.
સમસ્યાનો ઉકેલ - પપૈયું ખાઓઃ
હાલમાં જ તે પોતાની આગામી ફિલ્મ પૃથ્વીરાજના પ્રમોશન માટે ધ કપિલ શર્મા શોમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેની સાથે ફિલ્મની અભિનેત્રી માનુષી છિલ્લર અને નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદી પણ જોવા મળ્યા હતા. શો દરમિયાન જ્યારે કપિલે અક્ષયને પૂછ્યું કે તમે તમારી ફિટનેસનું ધ્યાન કેવી રીતે રાખો છો. આના પર અક્ષયે તરત જ જવાબ આપ્યો અને કહ્યું કે પપૈયું. હા પપૈયું મારી ફિટનેસનું રહસ્ય છે. તેણે વાસ્તવમાં આવું એટલા માટે કહ્યું કારણ કે, અક્ષય કુમારના પાડોશીએ તેને કહ્યું છે, કે દરેક સમસ્યાનો ઉકેલ પપૈયા ખાવામાં છે. ઠંડી લાગે છે, પપૈયું ખાઓ, બીમાર હો તો પપૈયું ખાઓ, વજન ઓછું કરવા માટે પપૈયું ખાઓ, ગરમી લાગે છે, પપૈયું ખાઓ. તે પછી અક્ષણે કહ્યું કે, મને બહુ પછી ખબર પડી કે મને પપૈયુ ખાવાની સલાહ આપનાર એ પડોશી લોખંડવાલા માર્કેટમાં જ પપૈયા વેચે છે. જે બાદ બધા હસવાનું રોકી શક્યા ન હતા. ત્યાં હાજર તમામ દર્શકો અને તેમના ચાહકો પેટ પકડીને જોર જોરથી હસવા લાગ્યા હતા.
View this post on Instagram
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)