Prabhas ને પાછળ છોડી Allu Arjun બન્યો સૌથી મોંઘો અભિનેતા, જાણો એક ફિલ્મ માટે કેટલી ફી ચાર્જ કરે છે ?
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી (South Film Industry)ની ફિલ્મો છેલ્લા ઘણા સમયથી બોક્સ ઓફિસ(Box Office) પર ખૂબ જ સારુ પ્રદર્શન કરી રહી છે.
Highest Paid Actors Of Tollywood: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી (South Film Industry)ની ફિલ્મો છેલ્લા ઘણા સમયથી બોક્સ ઓફિસ(Box Office) પર ખૂબ જ સારુ પ્રદર્શન કરી રહી છે. હવે ટોલીવુડનો જાદુ દક્ષિણના દર્શકોની સાથે હિન્દી બેલ્ટ પર પણ ચાલવા લાગ્યો છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ 'બાહુબલી સિરીઝ' અને 'પુષ્પા: ધ રાઇઝ' જેવી મહાન ફિલ્મો છે, જેણે ઉત્તરમાં પણ શાનદાર કલેક્શન કર્યું હતું. આ ફિલ્મોની સફળતામાં પ્રભાસ અને અલ્લુ અર્જુન જેવા ઘણા સ્ટાર્સની લોકપ્રિયતા પણ સામેલ છે, જેમની ફિલ્મોની દર્શકો આતુરતાથી રાહ જુએ છે. ચાલો જાણીએ કે આ સ્ટાર્સ ઓક પ્રોજેક્ટ માટે કેટલી ફી લે છે.
પ્રભાસ કેટલો ચાર્જ લે છે
પ્રભાસનું નામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોની યાદીમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે, પ્રભાસ તેની દરેક ફિલ્મ માટે 100 કરોડ રૂપિયાની તગડી રકમ લે છે. જો કે, કેટલાક ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રભાસે તેની આગામી ફિલ્મ 'આદિપુરુષ' માટે 120 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
View this post on Instagram
અલ્લુ અર્જુન ફી
પ્રભાસની સાથે અલ્લુ અર્જુનનું નામ પણ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર્સની યાદીમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુને 'પુષ્પાઃ ધ રાઇઝ' માટે 60 કરોડ રૂપિયા લીધા હતા. આ ફિલ્મની સફળતા બાદ અલ્લુ અર્જુને તેની ફી બમણી કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ્લુ અર્જુન 'પુષ્પા'ના આગામી ભાગ માટે 125 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે. જો આમ થશે તો અલ્લુ અર્જુન ટોલીવુડનો સૌથી વધુ કમાણી કરનાર સ્ટાર બની જશે.
View this post on Instagram
અન્ય કલાકાર ફી
પ્રભાસ અને અલ્લુ અર્જુન સિવાય મહેશ બાબુ 70 કરોડ ચાર્જ કરે છે જ્યારે પવન કલ્યાણ એક ફિલ્મ માટે 50 થી 65 કરોડ ચાર્જ કરે છે. આ સાથે જુનિયર NTR 30 થી 80 કરોડ અને ચિરંજીવી 50 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. આ સાથે રામ ચરણ તેની દરેક ફિલ્મ માટે 30 થી 70 કરોડ જેટલી મોટી રકમ લે છે.