શોધખોળ કરો
Advertisement
અમિષા પટેલે કરોડો રૂપિયાની છેતરપિંડીના આરોપ અંગે મૌન તોડ્યું, જાણો શું કહ્યું ?
એક્ટ્રેસ અમિષા પટેલ કાનૂની જાળમાં ફસાઈ ગઈ છે. તેના પર કરોડો રૂપિયાના ચેક બાઉન્સના મામલે છેતરપિંડીનો આરોપ છે. અમિષાએ હવે આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે.
મુંબઈ : એક્ટ્રેસ અમિષા પટેલ કાનૂની જાળમાં ફસાઈ ગઈ છે. તેના પર કરોડો રૂપિયાના ચેક બાઉન્સના મામલે છેતરપિંડીનો આરોપ છે. અમિષાએ હવે આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે.
અમીષાએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર કહ્યું, 'એક જાહેર વ્યક્તિ તરીકે હું હંમેશાં વ્યક્તિગત મોરચે આનંદી રમૂજી અફવાઓ જોઉં છું, હું જૂની અફવાઓ અને ગપસપ ફરીવાર જોઉં છું. એક જ જીવન મળે છે !!! ભગવાનની ભેટની પળનો આનંદ માણો .. જેમ હું આનંદિત છું.
ઝારખંડ હાઈકોર્ટમાં આ કેસમાં દાખલ કરેલી અરજીની સુનાવણી થઈ હતી. આ કેસમાં તમામ પક્ષકારોની સુનાવણી કર્યા પછી, હાઇકોર્ટે બંને પક્ષોને 2 અઠવાડિયામાં લેખિતમાં દલીલો રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
અમીષા પટેલ વિરુદ્ધ સૌથી પહેલા નીચલી અદાલતમાં એક અરજી કરવામાં આવી હતી, જેમાં તેમને રાહત આપવામાં આવી હતી, પરંતુ બીજા પક્ષે નીચલી અદાલતના નિર્ણયને પડકાર્યો હતો અને હાઇકોર્ટમાં કેસ કર્યો હતો. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ન્યાયાધીશ આનંદ સેને બંને પક્ષોને મધ્યસ્થી થકી મામલો હલ કરવા જણાવ્યું હતું અને બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા જણાવ્યું હતું.
હાઈકોર્ટે અમીષા પટેલની વચગાળાની રાહત ચાલુ રાખી છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી પર સ્ટે આપ્યો છે. જણાવી દઈએ કે વર્ષ 2017 માં અમીષા પટેલ અજયકુમાર સિંહ નામની વ્યક્તિને મળી હતી. અભિનેત્રીએ તેને ફિલ્મોમાં રોકાણ કરવાની ઓફર કરી હતી. અમિષાએ તેને કહ્યું કે તેની કંપની લવલી વર્લ્ડ એન્ટરટેઇનમેન્ટ 'દેશી મેજિક' નામની એક ફિલ્મ બનાવી રહી છે. અજયે આ માટે અમિષા પટેલના ખાતામાં અઢી કરોડ મોકલ્યા હતા.
આ પછી, કોઈ કારણોસર ફિલ્મ બની શકી નહીં અને અજયસિંહે તેના પૈસા પાછા માંગ્યા. અમીષાએ તેને ચેક આપ્યો, પણ ચેક બાઉન્સ થઈ ગયો. આ પછી અજયસિંહે અમિષા પટેલ વિરુદ્ધ કોર્ટમાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દુનિયા
બિઝનેસ
Advertisement