શોધખોળ કરો
પોતાના પર કવિતા ચોરવાનો આરોપ લાગતા અમિતાભ બચ્ચને શું કર્યો ખુલાસો, કવિતાના કવિને ટ્વીટ કરીને શું કહ્યું
અમિતાભ બચ્ચન પર એક યુવતીએ ગંભીર આરોપ લગાવ્યો કે આ કવિતા તેની પોતાની છે, બિગ બીએ તેની કવિતાની ચોરી કરી છે. વિવાદ વધતા હવે બિગ બીએ આ વાતને લઇને માફી માંગી લીધી છે

નવી દિલ્હીઃ બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ખુબ એક્ટિવ રહ્યાં કરે છે. ખાસ કરીને ટ્વીટર પર તે હંમેશા એક્ટિવ હોય છે. તાજેતરમાં જ બિગ બીએ એક કવિતા ટ્વીટ કરી હતી, પરંતુ તેને લઇને વિવાદ થઇ ગયો હતો. અમિતાભ બચ્ચન પર એક યુવતીએ ગંભીર આરોપ લગાવ્યો કે આ કવિતા તેની પોતાની છે, બિગ બીએ તેની કવિતાની ચોરી કરી છે. વિવાદ વધતા હવે બિગ બીએ આ વાતને લઇને માફી માંગી લીધી છે. જ્યારે અમિતાભ બચ્ચનને ખબર પડી કે આ કવિતા ટીશા અગ્રવાલ નામની એક યુવતીની છે, તો તેને કવિતા માટે ક્રેડિટ આપવામાં માડુ ના કર્યુ. બિગ બીએ લખ્યું- ટીશાજી, મને હમણાં ખબર પડી કે એક ટ્વીટ જે મે છાપ્યુ હતુ તે તમારી કવિતા હતી. હું માફી માંગુ છુ. મને ખબર ન હતી આની. મને કોઇએ મારા ટ્વીટર કે મારા વૉટ્સએપ પર આ મોકલ્યુ, મને સારુ લાગ્યુ અને મેં છાપી દીધુ. હું માફી માંગુ છુ. બચ્ચન તરફથી ક્રેડિટ આપાયા બાદ ટીશાએ લખ્યું- સર, તમારો ખુબ ખુબ આભાર અને હ્રદયથી ધન્યવાદ, તમારી વૉલ પર મારુ નામ આવવુ મારો ગર્વ, સૌભાગ્ય, ખુશી અને લેખનનુ સર્વશ્રેષ્ઠ પારિતોષિક છે. આ માત્ર ક્રેડિટ નહીં તમારો સ્નેહ અને મારો ગર્વ છે. એક નાના લેખકને તમારી કલમથી પોતાનુ નામ મળી જાય, તો બીજુ શું જોઇએ. આજીવન યાદ રાખવાવાળો અનુભવ. અમિતાભ બચ્ચને પૉસ્ટ કરેલી કવિતા..... थोड़ा पानी रंज का उबालिये खूब सारा दूध खुशियों का थोड़ी पत्तियां ख्यालों की.. थोड़े गम को कूटकर बारीक, हंसी की चीनी मिला दीजिये.. उबलने दीजिये ख्वाबों को कुछ देर तक..! यह जिंदगी की चाय है जनाब.. इसे तसल्ली के कप में छानकर घूंट घूंट कर मजा लीजिये…!!
વધુ વાંચો




















