![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
KBCના સેટ પર અમિતાભ બચ્ચન સાથે થઈ દુર્ઘટના, પગની નસ કપાઈ જતાં ટાંકા લેવા પડ્યા
Amitabh Bachchan: બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હાલ ગેમ શો કૌન બનેગા કરોડપતિને હોસ્ટ કરતા જોવા મળે છે.
![KBCના સેટ પર અમિતાભ બચ્ચન સાથે થઈ દુર્ઘટના, પગની નસ કપાઈ જતાં ટાંકા લેવા પડ્યા Amitabh Bachchan Reveals He Cut A Vein On His Left Calf Health Update KBCના સેટ પર અમિતાભ બચ્ચન સાથે થઈ દુર્ઘટના, પગની નસ કપાઈ જતાં ટાંકા લેવા પડ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/08/ed6e9847192018d0c25708d6f986406d1659967714364357_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Amitabh Bachchan: બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હાલ ગેમ શો કૌન બનેગા કરોડપતિને હોસ્ટ કરતા જોવા મળે છે. હાલમાં જ અમિતાભે પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે કૌન બનેગા કરોડપતિના સેટ પર તેમની દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં અમિતાભના પગની નસ કપાઈ ગઈ હતી, જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અમિતાભે બ્લોગમાં અકસ્માતની માહિતી શેર કરી અને જણાવ્યું કે લોહી રોકવા માટે કેટલાક ટાંકા પણ આવ્યા છે. આ સાથે તેણે ચાહકોને આશ્વાસન આપ્યું કે તે હવે ઠીક છે.
કેવી છે અમિતાભની તબિયત?
અમિતાભે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, ધાતુના તીક્ષ્ણ ટુકડાથી ડાબા પગને ઈજા પહોંચી હતી જેમાં નસ પણ કપાઈ હતી. જ્યારે નસ કપાય છે, ત્યારે લોહી બેકાબૂ બની જાય છે. પરંતુ સ્ટાફ અને ડોકટરોની ટીમની સમયસર મદદથી સ્થિતિ કાબુમાં છે અને ટાંકા પણ લેવામાં આવ્યા છે. જો કે અત્યારે અમિતાભની તબિયત સ્વસ્થ છે.
અમિતાભે જણાવ્યું કે, ડોક્ટરોએ તેમને પગને હલાવાની કે પગ પર દબાણ આપવાની ના પાડી છે. ટ્રેડમિલ પર પણ ન ચાલવાની સલાહ આપી છે. તમને જણાવી દઈએ કે અમિતાભ લાંબા સમયથી KBC સાથે જોડાયેલા છે. શોમાં અમિતાભને ચાહકો ખૂબ પસંદ કરે છે. શોમાં અમિતાભ પોતાના જીવનની વાતો પણ શેર કરે છે. તે સ્પર્ધકો સાથે મજાક પણ કરતા રહે છે. શોના સેટ પર અમિતાભનું પણ ઘણું ધ્યાન રાખવામાં આવે છે, તેમને ઘણો પ્રેમ આપવામાં આવે છે.
KBC પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે, 11 ઓક્ટોબરે અમિતાભે તેમનો 80મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમના જન્મદિવસની ઉજવણી માટે KBC શોમાં એક ખાસ એપિસોડ રાખવામાં આવ્યો હતો. આ એપિસોડમાં અમિતાભનો પુત્ર અભિષેક બચ્ચન અને તેમની પત્ની જયા બચ્ચન પણ જોવા મળ્યા હતા. અભિષેક બચ્ચને શોમાં હોસ્ટની ખુરશી સંભાળી હતી. શોમાં અભિષેક અને જયાએ અમિતાભ સાથે જોડાયેલી ઘણી અંગત વાતો શેર કરી હતી. અમિતાભના પિતા હરિવંશરાય બચ્ચનની કવિતા પણ સંભળાવવામાં આવી હતી, જેને સાંભળીને તેઓ ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)