મણિપુરની શરમજનક ઘટના પર અનુપમ ખેરે ઠાલવ્યો રોષ, કહ્યું- ‘એવી સજા આપો કે કોઈ એવું વિચારતા પણ કાંપી ઉઠે’
Anupam Kher Reaction: મણિપુરમાં બનેલી શરમજનક ઘટના પર અનુપમ ખેરની પ્રતિક્રિયા સામે આવી છે. તેમની પોસ્ટ વાયરલ થઈ રહી છે.
Anupam Kher Reaction On Manipur Violence: જ્યારથી મણિપુરની મહિલાઓના નગ્ન સરઘસનો શરમજનક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ત્યારથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો જોયા બાદ દરેકના રૂવાડા ઉભા થઇ ગયા છે. આ વીડિયો જોયા બાદ દરેક લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા સેલેબ્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. હવે આ યાદીમાં અનુપમ ખેરનું નામ પણ સામેલ થઈ ગયું છે. અનુપમ ખેરે આ કૃત્ય કરનારાઓને કડકમાં કડક સજાની માંગ કરી છે.
View this post on Instagram
મણિપુરની શરમજનક ઘટના પર અનુપમ ખેરે ઠાલવ્યો ગુસ્સો
તો આ તરફ બોલિવૂડ દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું- મણિપુરમાં બે મહિલાઓ સાથે રાક્ષસી વર્તનની ઘટના શરમજનક છે. મારા મનમાં પણ ઘણો ગુસ્સો જાગ્યો છે.હું રાજ્ય સરકાર/કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે આ જઘન્ય કૃત્ય માટે જવાબદાર લોકોને સખત સજા કરવામાં આવે. એવી સજા કે જેના વિશે વિચારીને પણ કોઈ પણ થથરી ઉઠે.
યુઝર્સે અનુપમ ખેરને કર્યો સપોર્ટ
અનુપમ ખેરની પોસ્ટ પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- મિડલ ઈસ્ટની સજા ભારતમાં પણ થવી જોઈએ. તેને સીધો ફાંસીએ લટકાવી દેવો જોઈએ. જેથી ફરી કોઈ આવી હિંમત ના કરે. આ સાથે જ એકે અનુપમ ખેરને ટોણો પણ માર્યો હતો. તેણે લખ્યું- તમે પણ લાંબા સમય સુધી સૂઈ ગયા હતા? આજે તમને મણિપુર યાદ આવી રહ્યું છે, તમને લોકોને ફિલ્મ બનાવવાનો મોકો મળ્યો છે.
#WATCH | Delhi: I felt so bad, I couldn’t see the entire video. I was ashamed. Nobody cares. Women are being treated so badly. Its very frustrating. Everyday something or the other is happening with women. It’s very saddening: Jaya Bachchan, Rajya Sabha MP on Manipur Incident pic.twitter.com/C748G8kGx0
— ANI (@ANI) July 20, 2023
જયા બચ્ચને પણ ઠાલવ્યો રોષ
જયા બચ્ચને પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં તેણે કહ્યું- મને એટલું ખરાબ લાગ્યું કે હું આખો વીડિયો પણ જોઈ શકી નહીં. કોઈને સ્ત્રીઓની ચિંતા નથી. મહિલાઓ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવે છે. આ ખૂબ જ નિરાશાજનક છે. મહિલાઓ સાથે દરરોજ કંઈક ને કંઈક બનતું રહે છે. આ ખૂબ જ દુઃખદ છે.