શોધખોળ કરો

Vamika's Second Birthday : કોના જેવી દેખાય છે વામિકા? અનુષ્કા-વિરાટે પહેલીવાર શેર કરી દિકરીની તસવીર

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની ક્યૂટ દીકરી વામિકા આજે 2 વર્ષની થઈ ગઈ છે. આ ખાસ દિવસે અનુષ્કાએ ઈન્સ્ટા પર વામિકાની ખૂબ જ ક્યૂટ ફોટો શેર કરી છે.

Vamika's Second Birthday : અભિનેત્રી અનુષ્કા શર્મા અને ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની પુત્રી વામિકા કોહલીનો આજે 11 જાન્યુઆરીએ બીજો જન્મદિવસ છે. અભિનેતાએ આજે Instagram પર વામિકાના જન્મદિવસે તેમની પોસ્ટ શેર કરી ચાહકોને માતા અને પુત્રીના નવા ફોટાની ઝલક દેખાડી હતી. ફોટામાં વામિકા અનુષ્કાના ચહેરા પર ચુંબન કરતી દેખાઈ રહી છે. જાહેર છે કે, અનુષ્કા-વિરાટની જોડી તેમની દિકરી વામિકાને પાપારાઝીથી દુર જ રાખે છે. આ તસવીર પર અનેક સેલિબ્રિટીએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. 

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની ક્યૂટ દીકરી વામિકા આજે 2 વર્ષની થઈ ગઈ છે. આ ખાસ દિવસે અનુષ્કાએ ઈન્સ્ટા પર વામિકાની ખૂબ જ ક્યૂટ ફોટો શેર કરી છે. તસવીરમાં વામિકનો ચહેરો દેખાતો નથી. વામિકા તેની માતાને ચુંબન કરતી જોવા મળે છે. વામિકા અને અનુષ્કાનો આ સુંદર ફોટો વાયરલ થઈ રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કાનો ફોટો વાયરલ

આ પ્રેમાણ તસવીર શેર કર્યા બાદ સેલેબ્સ અને ફેન્સ અનુષ્કા શર્માને અભિનંદન આપી રહ્યાં છે. મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી સિંહે હાર્ટ ઈમોજી પોસ્ટ કરી છે. તૃપ્તિ ડિમરી, નીતિ મોહન, ગૌહર ખાન સહિતના સેલેબ્સે વામિકાને 2 વર્ષ પૂરા થવા પર અઢળક પ્રેમ આપ્યો હતો. વામિકા સાથેનો આ અનસીન એટલે કે ક્યારેય ના જોવાયેલ ફોટો શેર કરીને અનુષ્કાએ ફેન્સને ખાસ ટ્રીટ આપી હતી. આ તસવીર જ દર્શાવે છે કે માતા અને પુત્રી વચ્ચેનો તેમનો સંબંધ કેટલો અદભુત છે. અનુષ્કાની પોસ્ટ પર એક ચાહકે કોમેન્ટ કરી - "હેપ્પી બર્થડે પ્રિન્સેસ વામિકા." તો અન્ય એક યુઝરે લખ્યું હતું- "ક્યુટીઇઇઇઇ..."

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન 2017માં થયા હતા. 2021માં અનુષ્કા અને વિરાટના ઘરે દીકરી વામિકા અવતરી હતી.

View this post on Instagram
 
A post shared by Virat Kohli (@virat.kohli)

દંપતી દીકરીને રાખે છે મીડિયાથી દૂર

અનુષ્કા અને વિરાટ કોહલી માટે દીકરી વામિકા તેમની દુનિયા છે. કપલ પોતાની દીકરીને મીડિયાની ચમકથી દૂર રાખવા માંગે છે. વિરાટ અને અનુષ્કાએ આજ સુધી વામિકનો ચહેરો જાહેર કર્યો નથી. તેઓ સોશિયલ મીડિયા પર વામિકાની શેર કરેલી તસવીરોમાં ચહેરો નથી બતાવતા. ઘણી વખત જ્યારે પાપારાઝી સોશિયલ મીડિયા પર વામિકાના ચહેરો જાહેર કરે છે, ત્યારે વિરાટ-અનુષ્કા તેમને ઠપકો આપવામાં સહેજ પણ વિલંબ નથી કરતા. તેથી જ પાપારાઝી અને સોશિયલ મીડિયા ફેનક્લબ હવે દંપતીની ગોપનીયતાનું ઉલ્લંઘન કરતા નથી. વિરાટની દીકરી તેના જેવી જ ક્યૂટ લાગે છે. લિટલ સ્ટારકિડ્સમાં વિરાટની દીકરી સૌથી લોકપ્રિય છે.

અનુષ્કાના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી લાંબા સમયથી ફિલ્મોમાંથી ગાયબ છે. બહુ જલ્દી અનુષ્કા સ્પોર્ટ્સ ડ્રામાથી કમબેક કરવા જઈ રહી છે. તેની ફિલ્મ 'ચકદા એક્સપ્રેસ'ને લઈને ભારે ચર્ચા છે. ફિલ્મમાંથી અનુષ્કાનો લુક સામે આવ્યો છે. અનુષ્કા ક્રિકેટરની ભૂમિકામાં અદભુત લાગી રહી છે. હવે ફિલ્મ રીલિઝ થયા બાદ જ ખબર પડશે કે તેનું રિટર્ન બોક્સ ઓફિસ પર શું રંગ લાવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
Embed widget