Aryan Khan Bail News: આર્યન ખાનને ન મળી રાહત, કોર્ટે ફગાવી જામીન અરજી
Aryan Khan Cruise Party: આર્યન ખાન 13 દિવસથી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. આજે જ્યારે ફેંસલો આયો ત્યારે આર્યન ખાનની સાથે અર્બાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ મોટો ઝટકો લાગ્યો છે.
Aryan Khan Bail News: મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી મામલે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. 14 ઓક્ટોબરે સેશંસ કોર્ટમાં જજે વકીલોની દલીલો સાંભળ્યા બાદ ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. ગત સુનાવણીમાં એનસીબીએ કોર્ટમાં કહ્યું હતું કે, આર્યન ખાન 20 વર્ષની વયથી જ ડ્રગ્સનું સેવન કરતો હતો. તેનું આંતરરાષ્ટ્રીય પેડલર્સ સાથે પણ કનેકશન છે. શાહરૂખ ખાનના ફેંસ કોર્ટ બહાર એકત્ર થઈ ગયા છે અને આર્યન ખાનની જામીનની માંગ કરી રહ્યા છે.
આર્થર રોડ જેલમાં બંધ છે આર્યન
આર્યન ખાન 13 દિવસથી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. આજે જ્યારે ફેંસલો આયો ત્યારે આર્યન ખાનની સાથે અર્બાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ મોટો ઝટકો લાગ્યો છે.
હાઈકોર્ટમાં જશે આર્યનના વકીલ
આ મામલે હવે આર્યનના વકીલો પાસે હાઈકોર્ટમાં જવાનો વિકલ્પ પણ છે. કોર્ટના ફેંસલા બાદ આર્યન ખાનના વકીલોએ કહ્યું કે, હવે અમે જામીન માટે હાઈકોર્ટમાં જઈશું. વકીલે કહ્યું કે, આશા છે કે હાઈકોર્ટથી અમને ન્યાય મળશે. પહેલા પણ આ પ્રકારના મામલામાં હાઈકોર્ટે જામીન આપ્યા છે.
ધરપકડથી લઈ અત્યાર સુધીના 17 દિવસમાં શું થયું
2 ઓક્ટોબરની રાતે ક્રૂઝમાંથી એનસીબીએ આર્યનની ધરપકડ કરી હતી. ત્યાર લઈ અત્યાર સુધીમાં 17 દિવસ થઈ ગયા છે પરંતુ આર્યનને ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા નથી. જેને લઈ શાહરૂખનો પરિવાર પણ ટેન્શનમાં છે. એનસીબીને આર્યન પાસેથી ડ્રગ્સ મળ્યું નથી પરંતુ એનસીબીએ કોર્ટમાં દાવો કર્યો કે આર્યન ઘણા સમયથી ડ્રગ્સ લઈ રહ્યો છે.
Drugs on cruise ship case | Mumbai’s Special NDPS Court rejects bail applications of Aryan Khan, Arbaaz Merchant and Munmun Dhamecha pic.twitter.com/Zww2mANkUB
— ANI (@ANI) October 20, 2021