શોધખોળ કરો
Advertisement
ચાર દિવસ બાદ આ સુપરસ્ટાર પોતાની ગર્લફ્રેન્ડ સાથે કરશે લગ્ન, બધી તૈયારીઓ કરી પૂર્ણ
એક્ટર રાણા દગ્ગુબાતી આગામી 8 ઓગસ્ટે પોતાની ગર્લફ્રેન્ડ મિહીકા બજાજ સાથે લગ્ન કરી લેશે. આ વાતની જાણ ખુદ અભિનેતાના પિતા અને નિર્માતા સુરેશ બાબુએ આપી છે
નવી દિલ્હીઃ ફિલ્મ બાહુબલીમાં ભલ્લાલદેવની ભૂમિકા ભજવીને લોકપ્રિય થયેલો એક્ટર રાણા દગ્ગુબાતી તેની ગર્લફ્રેન્ડ મિહીકા બજાજ સાથે રિયલ લાઇફમાં પગ માંડવા જઇ રહ્યો છે. એક્ટર ચાર દિવસ બાદ મિહીકા બજાજ સાથે લગ્નગ્રંથીથી જોડાવવાનો છે. ખાસ વાત છે કે લૉકડાઉનમાં પોતાના પરિવારજનો અને ખાસ મિત્રોની હાજરીમાં એક્ટરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે સગાઇ કરી લીધી હતી, તેમની સગાઇ હૈદરાબાદ સ્થિત દગ્ગુબાતીના દાદા (દગ્ગુબાતી રમાનાઉડુ) રમાનાઉડુ સ્ટુડિયોમાં થઇ હતી.
એક્ટર રાણા દગ્ગુબાતી આગામી 8 ઓગસ્ટે પોતાની ગર્લફ્રેન્ડ મિહીકા બજાજ સાથે લગ્ન કરી લેશે. આ વાતની જાણ ખુદ અભિનેતાના પિતા અને નિર્માતા સુરેશ બાબુએ આપી છે.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાણા દગ્ગુબાતીના પિતા સુરેશ બાબુએ જણાવ્યુ કે, રાણા પોતાની ગર્લફ્રેન્ડ મિહીકા બજાજ બન્ને 8મી ઓગસ્ટે હૈદરાબાદમાં સાત ફેરા લેશે. બન્ને લગ્નને લઇને ખુબ ઉત્સાહિત છે. લગ્નમાં પરિવારના સભ્યો સામેલ થશે. લગ્ન સરકાર દ્વારા કોરોના વાયરસના સમયે બનાવવામાં આવેલી ગાઇડ અંતર્ગત યોજાશે.
ઇન્ટીરિયર ડિઝાઇનર છે મિહીક બજાજ....
મિહીકા બજાજની વાત કરવામાં આવે તો, તેનો જન્મ અને પાલન પોષણ હૈદરાબાદમાં થયુ છે, મિહીકા એક બિઝનેસ વૂમન છે. મિહીકા Dew Drop Design Studioની ફાઉન્ડર છે, જે ઇન્ટીરિયર ડિઝાઇનિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ છે.
મિહીકાએ ચેલ્સી યુનિવર્સિટીમાં ઇન્ટીરિયર ડિઝાઇનમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે, મિહીકાની બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ સારી એવી મિત્રતા છે. તેને બૉલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નના ફંક્શનમાં ભાગ લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
દુનિયા
Advertisement