શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહ રાજપૂતને જે પ્રૉડ્યૂસરોએ બેન કર્યો હતો, તે તમામ પર નોંધવી જોઇએ FIR, -બીજેપીના સાંસદે કરી માંગ
નિશિકાંત દુબેએ પૂર્વાચલના કલાકારોને સંઘર્ષનુ બ્યૂગલ ફૂંકવાની અપીલ કરતા કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી માફિયાગીરીના સિન્ડીકેટને ખતમ કરવા જોઇએ
નવી દિલ્હીઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના કાળા સત્યને બહાર લાવીને મુકી દીધુ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલી હદે શોષણ અને હેરાનગતિ થાય છે, તે અંગે લોકો વિચારતા થઇ ગયા છે. ગ્રુપબાજી, ચહેરો, સંબંધી, ભાઇ-ભત્રીજાવાદ સહિતના ફેક્ટરોથી ફિલ્મ ઇન્ડસ્ટીનુ ટેલેન્ટ દબાઇ ગયુ છે. ઇન્સ્ટ્રીમાં જેનો કોઇ ગૉડફાધર ના હોય તેને બહારનો રસ્તો બતાવી દેવામાં આવે છે. હવે આ મામલે ઝારખંડના બીજેપી સાંસદ, એટલે કે ગોડ્ડાના લોકસભાના પ્રતિનિધિ નિશિકાંત દુબેએ ન્યાયિક તપાસની માંગણી કરી દીધી છે.
નિશિકાંત દુબેએ પૂર્વાચલના કલાકારોને સંઘર્ષનુ બ્યૂગલ ફૂંકવાની અપીલ કરતા કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી માફિયાગીરીના સિન્ડીકેટને ખતમ કરવા જોઇએ.
મુંબઇ પોલીસ અનુસાર, પૉસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાંસી ખાઇને આત્મહત્યા કરવાની વાત સામે આવી છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ પણ પોલીસને પ્રૉફેશનલ રાયવલરીના કારણે ડિપ્રેશનના એન્ગલ પર પણ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.
સાંસદ નિશિકાંત દુબેએ એક વીડિયો શેર કરીને તપાસની માંગ કરી છે. હું ખુબ હલી ગયો છું, મન અશાંત છે. વિચાર કરી રહ્યો છું કઇ રીતે પૂર્વાંચલ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢના લોકો, જેના કારણે આ આખી ઇન્ડસ્ટ્રી ચાલે છે. આ બધાના કેટલાય બાળકો મુંબઇમાં આવે છે. આ બધાને કેવી રીતે આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવે છે. તે યોગ્ય નથી.
બીજેપી સાંસદે આરોપ લગાવ્યો કે મુંબઇમાં એક મોટુ સિન્ડિકેટ ચાલી રહ્યું છે, ત્યાં ભાઇ-ભત્રીજાવાદ હાવી છે. જે કલાકાર બનવા માગતો હોય તેને આ રીતે માફિયાગીરીમાં, કોઇ દલાલીમાં પરેશાન કરવામાં આવે છે, મારો પૂર્વાંચલના કલાકારોને અનુરોધ છે કે તમે સરકાર પર દબાણ કરો.
બીજેપી સાંસદે મહારાષ્ટ્ર પોલીસને અપીલ કરી છે કે જે પ્રૉડ્યૂસરોએ સુશાંત સિંહ રાજપૂતને બૉયકોટ કર્યો હતો, કે તેને ફિલ્મમાંથી કાઢી મુક્યો હતો. તે તમામના ઉપર એફઆઇઆર કરીને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો કેસ ચાલવો જોઇએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion