શોધખોળ કરો
Advertisement
કાળિયાર કેસમાં સલમાનને કોર્ટમાં હાજર થવાનો આદેશ, બે વર્ષથી નથી થયો હાજર
કાળિયાર મામલે અભિનેતા સલમાન ખાનને 7મી માર્ચે હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે
નવી દિલ્હીઃ બહુચર્ચિત કાળિયાર શિકાર કેસમાં એક્ટર સલમાન ખાને ફરી એકવખત કોર્ટે આદેશ કર્યો છે. કોર્ટે આ વખતે આરોપી સલમાનને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે, લગભગ બે વર્ષથી સલમાન આ મામલે કોર્ટમાં હાજર થયો નથી. આરોપી સલમાન પર 7 માર્ચે જિલ્લા તથા સેશન્સ કોર્ટ જોધપુરમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કાળિયાર શિકાર મામલે આરોપી સલમાન ખાને અને રાજ્ય સરકાર તરફથી દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી થઇ હતી. પણ સલાન તરફથી રજૂ સ્થાઇ હાજીરી માફી પર સુનાવણી થવાની હતી પણ રાજકીય અધિવક્તા લાદારામ બિશ્વોઇએ પ્રાર્થના પત્રનો જવાબ આપવા માટે સમય માંગ્યો હતો જેના પર આ મામલે સુનાવણી આગળ વધી શકી ન હતી.
કાળિયાર મામલે અભિનેતા સલમાન ખાનને 7મી માર્ચે હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે. તત્કાલિન સીજેએમ ગ્રામીણ દેવ કુમાર ખત્રીની કોર્ટે બહુચર્ચિત કાળિયાર શિકાર કેસ મામલે 5 એપ્રિલ 2018એ સલમાન ખાનને 5 વર્ષની સજાનો આદેશ કર્યો હતો.
વર્ષ 1998માં જોધપુર નજીક કાંકણી ગામની સરહદમાં કાળિયાર શિકાર મામલે જોધપુર સીજેએમ કોર્ટે 5 એપ્રિલ, 2018એ સલમાન ખાનને દોષી ઠેરવીને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. આ મામલે સહ આરોપી ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન, નિલમ, તબ્બુ, સોનાલી બેન્દ્રે તથા સ્થાનિક દુષ્યંત સિંહને શંકાનો લાભ આપતા છોડી મુકાયા હતા. આ સજાના વિરુદ્ધમાં સલમાન ખાને જિલ્લા તથા સત્ર ન્યાયાલયમાં અપીલ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement