દેશ-વિદેશમાં જોવા મળશે સલમાન ખાનનો જલવો, વર્લ્ડ વાઈડ આટલી સ્ક્રીન્સ પર રિલીઝ થશે KKBKKJ
Kisi Ka Bhai Kisi Ki Jaan Screen Count: બોલિવૂડના દબંગ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. સલમાનની આ ફિલ્મની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Kisi Ka Bhai Kisi Ki Jaan Screen Count: બોલિવૂડના દબંગ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. સલમાનની આ ફિલ્મની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, અમે તમને સલમાન ખાનની 'કિસી કા ભાઈ કિસી કી જાન' દુનિયાભરમાં કેટલી સ્ક્રીન પર રિલીઝ થશે તે જણાવવા જઈ રહ્યા છીએ.
View this post on Instagram
'કિસી કા ભાઈ કિસી કી જાન'ની સ્ક્રીન કાઉન્ટ
હિન્દી સિનેમાના ફેમસ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ગુરુવારે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર 'કિસી કા ભાઈ કિસી કી જાન'ને લઈને લેટેસ્ટ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની સ્ક્રીન કાઉન્ટ વિશે માહિતી આપવામાં આવી છે. તરનના જણાવ્યા અનુસાર, સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' દેશભરમાં 4500 સ્ક્રીન્સ પર રિલીઝ થશે, જેમાં દરરોજ લગભગ 1600 શો બતાવવામાં આવશે.
View this post on Instagram
બીજી તરફ વિદેશમાં 'કિસી કા ભાઈ કિસી કી જાન' 100 અલગ-અલગ દેશોમાં 1200 સ્ક્રીન્સ પર રિલીઝ થશે. આ રીતે, સલમાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' વિશ્વભરમાં 5700 થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થશે. આ સાથે 21 એપ્રિલે આખી દુનિયામાં સલમાન ખાનનો જલવો જોવા મળશે.
View this post on Instagram
'કિસી કા ભાઈ કિસી કી જાન'થી સલમાનને ઘણી આશા
સલમાન ખાનની પાછલી ફિલ્મોનું પ્રદર્શન બોક્સ ઓફિસ પર કંઈ ખાસ રહ્યું નથી. આવી સ્થિતિમાં ભાઈજાનને તેની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી ઘણી આશાઓ છે. આ સાથે ઈદના અવસર પર ફરી એકવાર સલમાન ખાને સાબિત કરવું પડશે કે તેને કેમ ઈન્ડસ્ટ્રીનો મેગા સુપરસ્ટાર કહેવામાં આવે છે.