Bollywood : અનુરાગે ઈન્ટિમેટ સીન પહેલા મારી પીરિયડ ડેટ પુછેલી : અભિનેત્રીનો ખુલાસો
ફિલ્મમાં અમૃતાએ કોંકણા સેન દ્વારા નિર્દેશિત સ્ટોરીમાં કામ કર્યું છે, જેમાં અભિનેત્રીએ ખૂબ જ બોલ્ડ સેક્સ સીન્સ આપ્યા છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. અમૃતાના નેચરલ એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
Amruta Subhash On Anurag Kashyap: અભિનેત્રી અમૃતા સુભાષ હાલમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી એન્થોલોજી ફિલ્મ લસ્ટ સ્ટોરીઝ 2ને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં અમૃતાએ કોંકણા સેન દ્વારા નિર્દેશિત સ્ટોરીમાં કામ કર્યું છે, જેમાં અભિનેત્રીએ ખૂબ જ બોલ્ડ સેક્સ સીન્સ આપ્યા છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. અમૃતાના નેચરલ એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
દરમિયાન, તાજેતરમાં અભિનેત્રીએ દિગ્દર્શક અનુરાગ કશ્યપના કેમેરામાં અંતરંગ દ્રશ્યો શૂટ કરવા બદલ વખાણ કર્યા છે. અમૃતાએ જણાવ્યું હતું કે, કેવી રીતે તેણે 'સેક્રેડ ગેમ્સ'ના શૂટિંગ દરમિયાન અમૃતાને કમ્ફર્ટેબલ ફિલ કરાવ્યું હતું. દિગ્દર્શકે પણ અભિનેત્રીની પીરિયડ ડેટ પ્રમાણે ઈન્ટીમેટ સીનનું શૂટ રાખ્યું હતું જેથી તેને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. આ વાતનો ખુલાસો કરતા અમૃતાએ જણાવ્યું હતું કે, અનુરાગ કશ્યપ સેક્સ સીનના શૂટિંગને લઈને ખૂબ જ સંવેદનશીલ છે.
Netflix India સાથેની વાતચીત દરમિયાન અમૃતાએ કહ્યું હતું કે, 'મેં સેક્રેડ ગેમ્સ 2માં અનુરાગ સાથે મારો પહેલો સેક્સ સીન કર્યો હતો. પુરુષ કે સ્ત્રી હોવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. તે ખૂબ જ સંવેદનશીલ હતો. તેણે ડાયરેક્શનની ટીમને બોલાવી હતી. તેણે મને માત્ર એ જ પ્રશ્ન પૂછ્યો કે, તારી પીરિયડ્સની તારીખ શું છે? જેથી કરીને તે તેની આસપાસ સેક્સ સીન શેડ્યૂલ નહીં કરે. અનુરાગે એમ પણ પૂછ્યું હતું કે, શું તમે તમારા પીરિયડ્સ દરમિયાન આવું કરશો? અમૃતાએ વધુમાં કહ્યું હતું કે, સંવેદનશીલ હોવાને લિંગ એટલે કે જેંડર સાથે કોઈ લેવાદેવા નથી. આ કોઈ સ્ત્રી કે પુરુષ હોવા કરતાં ઘણું ઉપર છે અને અનુરાગ ખૂબ જ સંવેદનશીલ છે.
જાહેર છે કે, અમૃતાએ 'સેક્રેડ ગેમ્સ 2'માં RAW એજન્ટની ભૂમિકા ભજવી હતી. 'લસ્ટ સ્ટોરીઝ 2'ની વાત કરીએ તો અભિનેત્રીએ એક નોકરાણીની ભૂમિકા ભજવી છે જે સીમાના એટલે કે તિલોતમા શોમના ઘરે કામ કરે છે .
પાયલ ઘોષના આરોપો પર અનુરાગ કશ્યપ વિરુદ્ધ નોંધાઇ FIR, ફિલ્મમેકરની મુશ્કેલીઓ વધી
અભિનેત્રી પાયલ ઘોષના જાતિય શોષણના આરોપ લગાવ્યા બાદ મુંબઇ પોલીસે ફિલ્મકાર અનુરાગ કશ્યપ વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે, અનુરાગ કશ્યપ પહેલાથી આ આરોપોને નિરાધાર બતાવી ચૂક્યા છે. અધિકારીએ જણાવ્યુ કે, અભિનેત્રીએ પોતાના વકીલ નીતિન સાતપુતેની સાથે પોલીસને ફરિયાદ કર્યા બાદ વર્સોવા પોલીસ સ્ટેશનમાં મંગળવારે મોડી રાત્રે એફઆઇઆર નોંધવામાં આવી, અધિકારીએ જણાવ્યુ કે આઇપીસી કલમ 376 (I), 354, 341 અને 342 અંતર્ગત એફઆઇઆર નોંધવામાં આવી છે. કેસની તપાસ ચાલુ છે. તેમને જણાવ્યુ કે, સાત વર્ષ જુના (2013ના) કેસમાં પુછપરછ માટે અનુરાગ કશ્યપને બોલાવવામાં આવશે, અભિનેત્રીએ પોતાની ફરિયાદમાં કશ્યપ પર 2013માં વર્સોવામાં યરી રોડ સ્થિત તેની સાથે બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે.