Sushant Singhની ફોટો લાગેલી T-Shirt વેચવા પર કેમ ભડક્યા લોકો? Flipkartને બોયકોટ કરવાની કરી માંગ
ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને બે વર્ષ થઈ ગયા છે, પરંતુ આજે પણ તેના ચાહકો તેમને યાદ કરીને ભાવુક થઈ જાય છે
Boycott Flipkart : ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને બે વર્ષ થઈ ગયા છે, પરંતુ આજે પણ તેના ચાહકો તેમને યાદ કરીને ભાવુક થઈ જાય છે. સુશાંતના મોત પાછળ અનેક થિયરીઓ સામે આવી હતી જેમ કે, અભિનેતા ડિપ્રેશનમાં હતો, ડ્રગ્સ લેતો હતો, નેપોટિઝમનો શિકાર હતો વગેરે. પણ સત્ય શું હતું એ તો માત્ર સુશાંત જ જાણતો હતો. તેના ચાહકો હજી પણ તેના કેસમાં ન્યાયની માંગ કરી રહ્યા છે. હાલમાં સુશાંતના ચાહકો ગુસ્સામાં છે અને ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. જાણો શું છે સમગ્ર કેસ?
It is not a correct way to develop your online stores first you remove this t-shirts from sale. Don't play with another emotions #BoycottFlipkart pic.twitter.com/vcXj8eskm8
— Dinesh palaniappan (@inpaldin1) July 26, 2022
સુશાંતના ટી-શર્ટ પર શું લખ્યું હતું?
વાસ્તવમાં ફ્લિપકાર્ટ પર એક ટી-શર્ટ વેચાણ માટે ઉપલબ્ધ છે, જેના પર સુશાંતનો ફોટો છે. હવે તમે વિચારશો કે જો ટી-શર્ટ પર સુશાંતનો ફોટો છપાયેલો હોય તો તેમાં વાંધો શું છે? વાસ્તવમાં સુશાંતસિંહ રાજપૂતના ચાહકો ટી-શર્ટ પર સુશાંતના ફોટો નીચે જે લખાણ લખવામાં આવ્યું છે તેને લઇને ભડક્યા છે. સુશાંતના ફોટો નીચે લખવામાં આવ્યું છે ‘Depression is like drowning’. જેનો અર્થ થાય છે કે 'ડિપ્રેશન ડૂબવા જેવું છે'.. આ ટી-શર્ટની કિંમત 179 રૂપિયા છે.
#BoycottFlipkart @Flipkart @flipkartsupport
— AyushKr._2023 (PorLamboBug) (@AmberAyush) July 26, 2022
Remove this t shirt.
We all know how SSR @itsSSR is killed by Bollywood mafias. pic.twitter.com/LHcZpZ47EU
સુશાંતના ચાહકોએ ગુસ્સો વ્યક્ત કર્યો
ફિલ્પકાર્ટના આ કૃત્યથી સુશાંતના ચાહકો ગુસ્સામાં છે. લોકો ટ્વિટ કરીને ફિલિપકાર્ટના બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે.
Country has not yet come out of the shock of Sushant's tragic death.
— Kashyap (@Kashyap_updates) July 26, 2022
We will keep raising our voice for justice..
Flipkart should be ashamed of this heinous act and should apologize that such incident will not be repeated again.#BoycottFlipkart pic.twitter.com/wEVLPYl5EH