શોધખોળ કરો
Advertisement
તાપસી-અનુરાગ સહિત અન્ય ફિલ્મી હસ્તીઓ પર ITની રેડ પર CBDTનું નિવેદન, 350 કરોડની લેવડ-દેવડની ખબર પડી
ઇન્કમ ટેક્સે બોલીવૂડ અભિનેત્રી તાપસી પન્નૂ અને ફિલ્મકાર અનુરાગ કશ્યપ સહિત અન્ય ફિલ્મી હસ્તીઓ ઘર અને ઓફિસ પર સતત બીજા દિવસે તપાસ કરી.
મુંબઈ: ઇન્કમ ટેક્સે બોલીવૂડ અભિનેત્રી તાપસી પન્નૂ અને ફિલ્મકાર અનુરાગ કશ્યપ સહિત અન્ય ફિલ્મી હસ્તીઓ ઘર અને ઓફિસ પર સતત બીજા દિવસે તપાસ કરી. ઇન્કમ ટેક્સ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે દરોડ દરમિયાન કેટલાક લોકરની ખબર પડી છે અને આ લોકરોને ઈન્કમ ટેક્સે સીલ કરી દિધા છે.
આ કાર્યવાહી પર સીબીડીટીએ કહ્યું કે 300 કરોડ રૂપિયાના કથિત શંકાસ્પદ રકમ વિશે અધિકારી જવાબ નથી આપી શક્યા. સીબીડીટીએ કહ્યું કે પાંચ કરોડ રોકડની લેવડ-દેવડ અને 20 કરોડ રૂપિયાના બોગસ લેવડ-દેવડની પણ ખબર પડી છે.
સીબીડીટીએ કહ્યું કે ઈન્કમ ટેક્સ વિભાગે ત્રણ માર્ચે મુંબઈમાં બે અગ્રણી પ્રોડક્શન કંપનીઓ, એક અભિનેત્રી અને ટેલેન્ટ મેનેજમેન્ટન કંપનીઓમાં તપાસ કરી. સર્ચ ઓપરેશન પુણે,દિલ્હી અને હૈદરાબાદમાં પણ ચલાવવામાં આવ્યું છે.
સીબીડીટએ કહ્યું કે પ્રોડક્શન હાઉસના શેર લેવડન-દેવડમાં હેરફેર સંબંધિત સાક્ષી મળ્યા છે. 350 કરોડ રૂપિયાના ટેક્સ ગડબડીની ખબર પડી છે. અભિનેત્રીના નામ પર 5 કરોડની કેશ રિસિપ્ટન મળી આવી છે. તેની તપાસ ચાલી રહી છે.
નોંધનીય છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે બુધવારે મુંબઇ અને પુણેના 22 ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા હતા, જેમાં અનુરાગ અને તાપસીનુ ઘર પણ સામેલ હતુ. ઇન્કમ ટેક્સની ટીમ ફેન્ટમ ફિલ્મ્સની ઓફિસમાં પણ ગઇ હતી અને દરોડા પાડ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement