શોધખોળ કરો
સુશાંત સિંહ રાજપૂત કેસની થશે CBI તપાસ, કેન્દ્રએ બિહાર સરકારની ભલામણ માની
કેન્દ્રના વકીલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે, બિહારે CBI તપાસની ભલામણ કરી છે, કેન્દ્રએ આનો સ્વીકાર કરવાનો ફેંસલો કર્યો છે. એટલા માટે આ ટ્રાન્સફર અરજી પર સુનાવણી જરૂરી નથી

નવી દિલ્હીઃ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઇ તપાસની માંગ તેજ થઇ હતી. બિહાર સરકાર દ્વારા સુશાંત કેસની સીબીઆઇ તપાસ કરાવવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રએ આ માંગનો સ્વીકાર કરવાનો ફેંસલો કરી લીધો છે. કેન્દ્રના વકીલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે, બિહારે CBI તપાસની ભલામણ કરી છે, કેન્દ્રએ આનો સ્વીકાર કરવાનો ફેંસલો કર્યો છે. એટલા માટે આ ટ્રાન્સફર અરજી પર સુનાવણી જરૂરી નથી.
નોંધનીય છે કે મંગળવારે સુપ્રીમ કોર્ટેમાં આની સાથે જોડાયેલી બે જનહિત અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે રિયા ચક્રવર્તીની અરજી પર પણ સુનાનણી થઇ ચૂકી છે, જેમાં રિયાએ આ પટનામાં તેની વિરુદ્ધ નોંધાયેલા કેસને મુંબઇ ટ્રાન્સફર કવરાની માંગ કરી હતી.
કેકે સિંહે 25 જુલાઇએ બિહારના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં જે એફઆઇઆર નોંધાવી છે, તેમાં તેમને રિયા ચક્રવર્તી સહિત આખા પરિવાર પર આરોપો લગાવ્યા છે. બિહારમાં નોંધાયેલી એફઆઇઆર નંબર 241/20 કેસમાં રિયા ચક્રવર્તી સહિત કુલ છ લોકોના નામ સામેલ છે. આ લોકો વિરુદ્ધ આઇપીસીની કલમ 340, 341, 342, 380, 406, 420 અને 306 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી ઉપરાંત ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમુઅલ મિરિંડા, શ્રુતિ મોદી અને અન્ય વિરુદ્ધ છેતરપિંડી, બેઇમાની, બંધક બનાવીને રાખવા, અને આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે. નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના મુંબઇ સ્થિત બ્રાંદ્રા વાળા ઘરે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ સતત આ કેસમાં સીબીઆઇ તપાસની માંગ ઉઠી હતી.

વધુ વાંચો