Day 5: સોનાક્ષી-હુમાની ફિલ્મ Double XLનો ધબડકો, પાંચમા દિવસે કરી ફક્ત આટલા રૂપિયાની જ કમાણી, જાણો
4 નવેમ્બરે બૉક્સ ઓફિસ પર એક સાથે ત્રણ ફિ્લ્મો રિલીઝ થઇ હતી, મિલી, ફોન ભૂત અને ડબલ એક્સએલ, પરંતુ આ ત્રણેય એકદમ ફ્લૉપ સાબિત થઇ છે.
Double XL Box Office Collection Day 5: બૉલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) અને હુમા કુરેશી (Huma Qureshi) ની ફિલ્મ ‘ડબલ એક્સએલ’ (Double XL) બૉક્સ ઓફિસ પર ઉંથા માથે પટકાઇ છે, 4 નવેમ્બરે મોટા પડદા પર રિલીઝ થયેલી ‘ડબલ એક્સએલ’ કંઇ ખાસ કમાલ નથી કરી શકી. ફિલ્મના રિલીઝના પહેલા જ દિવસથી ધબડકો જોવા મળી રહ્યો છે, પાંચમા દિવસે વધુ ધબડકો થયો છે. દર્શકો અને સમીક્ષકોની જુદીજુદી પ્રતિક્રિયાઓ આ ફિલ્મ પર હવે સામે આવી રહી છે, અને કમાણીના મામલામાં ફિલ્મ એકદમ ફ્લૉપ સાબિત થઇ છે.
ખરેખરમાં, 4 નવેમ્બરે બૉક્સ ઓફિસ પર એક સાથે ત્રણ ફિ્લ્મો રિલીઝ થઇ હતી, મિલી, ફોન ભૂત અને ડબલ એક્સએલ, પરંતુ આ ત્રણેય એકદમ ફ્લૉપ સાબિત થઇ છે. આના કમાણીનો રિપોર્ટ જોઇએ તો એકદમ ખરાબ રહ્યો છે. ‘ડબલ એક્સએલ’ (Double XL) ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ રિલીઝના પાંચમા દિવસે પણ ખરાબ કલેક્શનના લિસ્ટમાં સામેલ રહી.
View this post on Instagram
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનાક્ષી અને હુમાની આ ‘ડબલ એક્સએલ’ ફિલ્મ પહેલા દિવસે 25 લાખ રૂપિયાની કમાણી સાથે ઓપનિંગમાં રહી હતી, ફિલ્મનુ બીજા દિવસનુ કલેક્શન 23 લાખ રૂપિયા રહ્યુ હતુ, ત્રીજા દિવસનુ કલેક્શન પણ માત્ર 18 લાખ રૂપિયા રહ્યુ હતુ. આ પછી કમાણીનો ગ્રાફ સતત નીચે પડતો રહ્યો હતો.
‘ડબલ એક્સએલ’નુ પાંચમા દિવસનુ કલેક્શન -
‘ડબલ એક્સએલ’ સોમવારે એટલે કે રિલીઝના ચોથા દિવસે બૉક્સ ઓફિસ પર માત્ર 5 થી 10 લાખ રૂપિયાનો બિઝનેસ કરી શકી છે. વળી, પાંચમા દિવસે મંગળવારે ફિલ્મનનો બિઝનેસ માત્ર 3-4 લાખ રૂપિયાનો રહ્યો હતો. ફિલ્મ ‘ડબલ એક્સએલ’ સોનાક્ષી અને હુમા કુરેશની જોડી ફિલ્મમાં એકદમ ફ્લૉપ સાબિત થઇ છે. કલેક્શનના મામલામાં એક એકદમ ખરાબ રેકોર્ડ છે.
View this post on Instagram
View this post on Instagram