કૉંગ્રેસના ધારાસભ્યએ ફિલ્મ Gangubai Kathiawadi નામ બદલવાની માંગ કરી, બતાવ્યું આ કારણ
Gangubai kathiawadi: આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ગંગૂબાઈ કાઠીયાવાડી દેશભરમાં 30 જૂલાઈએ રિલીઝ થશે. ગંગૂબાઈ કાઠીયાવાડીની સ્ટોરી કૂટણખાનાની માલકિન ગંગૂબાઈ કોઠાવાળીના જીવન પર આધારિત છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ગંગૂબાઈ કાઠીયાવાડીને લઈ વિવાદ થયો છે. કૉંગ્રેસના ધારાસભ્ય અમીન પટેલે સંજય લીલી ભણસાળીની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીનું નામ બદલવાની માંગ કરી છે. તેમણે કહ્યું આ ફિલ્મથી ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારનું નામ બદનામ થાય છે.
દક્ષિણ મુંબઈના મુંબાદેવીથી ધારાસભ્ય અમીન પટેલે વિધાનસભામાં રાજ્ય સરકારને કહ્યું, કમાઠીપુરા એવું નથી જે પહેલા 1950માં હતું. ત્યાંની મહિલાઓએ અલગ-અલગ ક્ષેત્રમાં સારૂ પ્રદર્શન કર્યું છે. ફિલ્મનું ટાઈટલ કાઠીયાવાડને બદનામ કરી રહ્યું છે. ફિલ્મનું નામ બદલાવું જોઈએ. તેમણે આગળ કહ્યું કે ડિસ્ક્લેમર બતાવી એ જણાવવું જોઈએ કે આજે કામઠીપુરા એવું નથી, જેવું બતાવવામાં આવ્યું છે.
આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ગંગૂબાઈ કાઠીયાવાડી દેશભરમાં 30 જૂલાઈએ રિલીઝ થશે. ગંગૂબાઈ કાઠીયાવાડીની સ્ટોરી કૂટણખાનાની માલકિન ગંગૂબાઈ કોઠાવાળીના જીવન પર આધારિત છે.
સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ક્રાઇમ રાઇટર એસ. હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ના ગંગુબાઈના પ્રકરણ પર આધારિત છે, જે સત્ય ઘટના પરથી લખાયેલું છે. આ ફિલ્મનું ટીઝર 24 ફેબ્રુઆરીએ રિલીઝ થયું હતું.