દિશા પટની સાથે અફેરની વાતો પર આખરે એલેક્સે તોડ્યું મૌન, કહ્યું- 'અમે સાથે રહીએ છીએ...'
એક ઈન્ટરવ્યુમાં એલેક્ઝાંડરે ખુલાસો કર્યો કે શું તે ખરેખર દિશાને ડેટ કરી રહ્યો છે કે નહીં. એલેક્સે આખરે આ બાબતે મૌન તોડી સચ્ચાઈ જણાવી છે.
પોતાની સિઝલિંગ અને કિલર તસવીરોથી ચાહકોનું દિલ જીતનાર દિશા પટની છેલ્લા કેટલાક સમયથી તેની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. તેના અને ટાઇગર શ્રોફના બ્રેકઅપના સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઇન્સમાં બન્યા હતા. તાજેતરમાં દિશાના ડેટિંગના સમાચારોએ ચાહકોને ફરી ગોસિપ તરફ વાળ્યા છે. એવું માનવામાં આવે છે કે દિશા એલેક્ઝાન્ડર એલેક્સ અલિકને ડેટ કરી રહી છે. તે તેનો જીમ ટ્રેનર છે
દિશા અને તેના સંબંધો કેવા છે
એક ઈન્ટરવ્યુમાં એલેક્ઝાંડરે ખુલાસો કર્યો કે શું તે ખરેખર દિશાને ડેટ કરી રહ્યો છે કે નહીં. એલેક્સે કહ્યું કે તેને લાગે છે કે લોકો આ વિશે જાણવા માંગી રહ્યા છે. જેને લીધે તેઓ પોતપોતાની અટકળો લગાવી રહ્યા છે. સૌ કોઈ પોતાના મનની વાતો કરી રહ્યા છે. એલેક્સ અને દિશાના ડેટિંગના સમાચારો ત્યારથી ઉડતા હતા જ્યારે તેનું ટાઇગર સાથે બ્રેકઅપ થયું હતું. એલેક્સની સોશિયલ મીડિયા પોસ્ટમાં દિશા પણ જોવા મળી હતી. દિશા અને એલેક્સના સતત પોસ્ટ થતા ફોટા જોઈને ચાહકોને અંદાજ લગાવવામાં વધુ સમય લાગ્યો નથી કે બંને ડેટ કરી રહ્યા છે.
એલેક્સે જણાવ્યું કે- હું સર્બિયાનો રહેવાસી છું અને છેલ્લા સાત વર્ષથી ભારતમાં છું. મેં મારી કારકિર્દીની શરૂઆત મૉડલિંગથી કરી અને અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો. આ શરૂઆતના દિવસોમાં જ તે દિશાને મળ્યો હતો. પછી દિશા પણ એલેક્સની જેમ ઈન્ડસ્ટ્રીમાં નવી હતી. એલેક્સે કહ્યું કે અમે 2015માં સાથે રહેતા હતા, અમે એક એજન્સીથી હતા. હું અને દિશા એક જ ફ્લેટમાં બીજી ઘણી મોડલ્સ સાથે રહેતા હતા. અમને બંનેને ફિટનેસ ખૂબ જ પસંદ છે. અમે ખૂબ હેંગઆઉટ કરતા હતા, અમે બંને જલ્દી જ એકબીજાના સ્પોર્ટર બની ગયા. એલેક્સે કહ્યું કે- દિશા મારો ઈમોશનલ સપોર્ટ છે, અમે બંને ઘણા સારા મિત્રો છીએ. તે મારા માટે પરિવાર જેવી જ છે.
એલેક્સ ટાઈગર અને દિશાનો સારા મિત્રો
એલેક્સે કહ્યું કે દિશા તેના માટે એક પરિવાર જેવી છે. જ્યારે પણ આપણે દુઃખી હોઈએ છીએ ત્યારે આપણે એકબીજા સાથે સમય વિતાવીએ છીએ. હું માત્ર દિશાને જ નહીં પણ ટાઈગર અને ક્રિષ્નાને પણ ઓળખું છું. અમે અમારી કારકિર્દીની શરૂઆત કરી ત્યારથી અમે સાથે છીએ. પોતાના અફેરની અફવાઓ પર પૂર્ણવિરામ મુકતા એલેક્સે કહ્યું કે એવું કંઈ નથી. હું અને દિશા રિલેશનશિપમાં નથી. બીજી તરફ, દિશા અને ટાઈગરના બ્રેકઅપના સવાલ પર એલેક્સે કહ્યું- હું તેમના સંબંધો વિશે કઈ કહી શકું નહી . હું ટાઇગર અને દિશા બંનેની નજીક છું. અમે ઘણીવાર સાથે હેંગઆઉટ કરીએ છીએ.
પોતાના કામ વિશે વાત કરતા એલેક્સે કહ્યું કે તેને મોડલિંગ કરતાં ફિલ્મોમાં વધુ રસ છે. તેણે ઘણા મ્યુઝિક વીડિયો કર્યા છે. તેણે પોતાના દેશમાં ઘણી સિરિયલો પણ કરી છે. આ વર્ષે તેનો વેબ શો પણ રિલીઝ થયો છે.