Dream Girl 2 Film: આયુષ્યમાન ખુરાનાની ફિલ્મની રિલીઝ ડેટનું એલાન, જાણો ક્યારે આવી રહી છે 'ડ્રીમ ગર્લ પૂજા'
ડ્રીમ ગર્લ 2માં આ વખતે આયુષ્યમાન ખુરાનાની સાથે અનન્યા પાંડે દેખાશે. આ ફિલ્મમાં પણ કૉમેડીનો તડકો છે.
Dream Girl 2 Film: બૉલીવુડ સ્ટાર આયુષ્યમાન ખુરાના અને નુસરત ભરુચાની ફિલ્મ ડ્રીમ ગર્લ 2019માં મોટા પડદા પર રિલીઝ થઇ હતી. આ ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી હતી. આયુષ્યમાન ખુરાનાએ ફિલ્મમાં હંસાવી હંસાવીને દર્શકોને લોથપોથ કરી દીધા હતા. હવે આયુષ્યમાન આ ફિલ્મની સિક્વલ 'ડ્રીમ ગર્લ 2' લઇને આવી રહ્યો છે. આ ફિલ્મનુ શૂટિંગ પણ શરૂ થઇ ચૂક્યુ છે.
'ડ્રીમ ગર્લ'માં આયુષ્યમાન ખુરાનાની ભૂમિકા તેની બાકીની ફિલ્મો કરતાં બિલકુલ જુદી હતી. વળી, અન્નૂ કપૂર, અભિષેક બેનર્જી, મનજોત સિંહ અને નુસરત ભરુચાએ પણ પોતાના અભિનયથી લોકોને ખુશ કરી દીધા હતા. હવે તેની બીજી ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'ની રિલીઝની જાહેરાત થઇ ગઇ છે.
ડ્રીમ ગર્લ 2માં આ વખતે આયુષ્યમાન ખુરાનાની સાથે અનન્યા પાંડે દેખાશે. આ ફિલ્મમાં પણ કૉમેડીનો તડકો છે. તાજેતરમાં એક્ટર આયુષ્યમાન ખુરાનાએ પોતાની ફિલ્મ ડ્રીમ ગર્લની રિલીઝ ડેટાની જાહેરાત પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કરી છે.
View this post on Instagram
આયુષ્યમાન ખુરાનાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બતાવી રહ્યો છે કે, આગામી ઇદ પર એટલે કે 29 જૂન 2023એ પૂજા આવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અનન્યા પાંડે પણ હશે. આયુષ્યમાન ખુરાનાની આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે, આ ફિલ્મનુ નિર્દેશન રાજ શાંન્ડિલ્ય કરી રહ્યાં છે. વળી, એકતા કપૂર આને પ્રૉડ્યૂસ કરી રહી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram