શોધખોળ કરો

ED Summon: રણબીર કપૂર બાદ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી સહિત અનેક લોકોને EDએ સમન્સ પાઠવતા ખળભળાટ

ED Summon Huma Qureshi: બોલિવૂડ એક્ટર રણબીર કપૂર બાદ હવે હુમા કુરેશી સહિત ઘણા સ્ટાર્સ મહાદેવ (બેટિંગ)સટ્ટાબાજી એપ કેસમાં ED (ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના રડાર પર આવી ગયા છે.

ED Summon Huma Qureshi: બોલિવૂડ એક્ટર રણબીર કપૂર બાદ હવે હુમા કુરેશી સહિત ઘણા સ્ટાર્સ મહાદેવ (બેટિંગ)સટ્ટાબાજી એપ કેસમાં ED (ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના રડાર પર આવી ગયા છે. EDએ બોલીવુડની જાણીતી અભિનેત્રી હુમા કુરેશી, ટીવી અભિનેત્રી હિના ખાન અને પ્રખ્યાત ટીવી કોમેડિયન કપિલ શર્માને સમન્સ પાઠવ્યા છે. અત્યાર સુધી આ કેસમાં રણબીર કપૂરની પૂછપરછ થવાની હતી. હવે તેમાં હુમા કુરેશી, કપિલ શર્મા અને હિના ખાનનું નામ પણ સામે આવી રહ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં આ ત્રણ સેલેબ્સની પણ પૂછપરછ કરશે. ED ક્યારે આ કરશે તે અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી.

રણબીરની પૂછપરછ કેસમાં લેટેસ્ટ

તમને જણાવી દઈએ કે આ ત્રણેય દુબઈમાં આયોજિત આલીશાન પાર્ટીમાં પરફોર્મ કરવા પહોંચ્યા હતા. તો બીજી તરફ, કેટલાક સેલેબ્સે આ એપને એન્ડોર્સ કરી હતી, જેના કારણે તેઓ EDના રડાર પર આવી ગયા છે. આ એપ લોકોને ગેમિંગ માટે પ્રોત્સાહિત કરે છે. આમાં રણબીર કપૂરનું નામ સામે આવી રહ્યું છે. આ સિવાય રણબીર કપૂરના કેસમાં એક નવું અપડેટ આવ્યું છે. અભિનેતાએ ઇડી પાસેથી બે અઠવાડિયાનો સમય માંગ્યો હતો, પરંતુ એજન્સીએ હજી સુધી નિર્ણય લીધો નથી કે તે અભિનેતાને સમય આપશે કે નહીં.

આ ચાર સેલેબ્સ સિવાય આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ દદલાણી, ટાઈગર શ્રોફ, નેહા કક્કર, ભારતી સિંહ, એલી અવરામ, સની લિયોની, ભાગ્યશ્રી, પુલકિત સમ્રાટ, કીર્તિ ખરબંદા, નુસરત ભરૂચા અને ક્રિષ્ના અભિષેક પણ ઈડીની રડાર પર છે.

ઓનલાઈન ગેમિંગ કેસમાં ફસાયેલો અભિનેતા - 
ખરેખર, આ જ કારણે આ મામલે રણબીર કપૂરનું નામ સામે આવ્યું છે. કારણ કે ઓનલાઈન ગેમિંગ એપ કેસના આરોપી સૌરભ ચંદ્રાકરના લગ્નમાં અભિનેતા મહાદેવે હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, સૌરભ પર હવાલા દ્વારા સ્ટાર્સને પૈસા આપવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ આ સમન્સ રણબીર કપૂરને પૂછપરછ માટે મોકલવામાં આવ્યું છે. જોકે આ મામલામાં રણબીર કપૂર પહેલા બૉલીવૂડના 14 સ્ટાર્સના નામ સામે આવ્યા છે. આ યાદીમાં સની લિયોનથી લઈને નેહા કક્કર સુધીના નામ સામેલ હતા.

સૌરભ ચંદ્રાકરના લગ્ન દુબઈમાં થયા હતા 
રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષની શરૂઆતમાં એટલે કે ફેબ્રુઆરીમાં મહાદેવ બુક એપના પ્રમૉટર સૌરભ ચંદ્રાકરના લગ્નમાં બૉલીવૂડના કેટલાય સ્ટાર્સે હાજરી આપી હતી. સૌરભના લગ્ન દુબઈમાં ખૂબ જ ભવ્ય રીતે થયા હતા. રિપોર્ટ્સનું માનીએ તો આ લગ્નમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. લગ્નમાં પહોંચ્યા બાદ ઘણા સ્ટાર્સે પરફોર્મન્સ પણ આપ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
Embed widget