શોધખોળ કરો
Advertisement
Durgamati Trailer Launch: રાની દુર્ગામતીના અવતારમાં દેખાઇ અભિનેત્રી ભૂમિ પેડનેકર, થ્રિલર અને હૉરરથી ભરેલી છે કહાની
ફિલ્મનુ ટ્રેલર એકદમ થ્રિલર અને હૉરરથી ભરેલુ છે. ભૂમિ પેડનેકર બિલકુલ અલગ અંદાજમાં દેખાઇ રહી છે. તે ફિલ્મમાં ચંચલ ચૌહાણ નામની છોકરીની ભુમિકા નિભાવી રહી છે. આમાં તે એક ગુનેગાર છે, જેને પોલીસ પુછપરછ માટે દુર્ગામતી હવેલી લઇને જાય છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરની નવી ફિલ્મ દુર્ગામતીનુ ટ્રેલર લૉન્ચ થઇ ગયુ છે. આ ટ્રેલરમાં તેની સાથે અરશદ વારસી પણ દેખાઇ રહ્યો છે. ફિલ્મનુ ટ્રેલર એકદમ થ્રિલર અને હૉરરથી ભરેલુ છે. ભૂમિ પેડનેકર બિલકુલ અલગ અંદાજમાં દેખાઇ રહી છે. તે ફિલ્મમાં ચંચલ ચૌહાણ નામની છોકરીની ભુમિકા નિભાવી રહી છે. આમાં તે એક ગુનેગાર છે, જેને પોલીસ પુછપરછ માટે દુર્ગામતી હવેલી લઇને જાય છે.
આ હવેલીમાં પોલીસ છેલ્લા 6 મહિનામાં મંદિરમાંથી 12 મૂર્તિ ચોરી થવાની તપાસ કરે છે. પુછપરછ દરમિયાન ચંચલ ચૌહાણ એટલે કે ભૂમિ પેડનેકર એક સામાન્ય મહિલાથી અલગ ભૂમિકામાં દેખાવવા લાગે છે. તે રાની દુર્ગામતીના રૂપમાં એકદમ એગ્રેસિવ દેખાઇ છે. ટ્રેલરમાં માહી ગીલને એક પોલીસ અધિકારી બતાવવામાં આવી છે, જે આ કેસની તપાસ કરી રહી છે.
મહત્વના રૉલમાં છે અરશદ વારસી
ફિલ્મમાં અરશદ વારસી એક નેતાની ભૂમિકામાં છે. ટ્રેલરમાં તેની નાના અને એક બે ડાયલૉગ્સ બતાવવામાં આવ્યા છે. જેનાથી લાગે છે કે આમાં મિથની સાથે રાજનીતિ વ્યવસ્થાને પણ બતાવવામાં આવી છે. ટ્રેલરની શરૂઆતમાં કેટલાક લોકો પ્રૉટેસ્ટ કરતા પણ દેખાઇ રહ્યાં છે. ફિલ્મના ટ્રેલરને ભૂમિ પેડનેકરે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કર્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement