Filmfare Award: મહાત્મા મંદિરમાં 69માં ફિલ્મફેર એવોર્ડનો પ્રારંભ, જાણો કયા-કયા હીરો-હીરોઇનો જમાવશે મહેફિલ
આ વર્ષના સમારંભનું આયોજન સલમાન ખાન, આયુષ્માન ખુરાના અને મનીષ પૌલે કર્યું હતું, જે સલમાન ખાન માટે આ કાર્યક્રમના યજમાન તરીકે પ્રથમ વખત હતો
Filmfare Award: આ વખતે પહલીવાર ફિલ્મફેર એવોર્ડ ગુજરાતમાં યોજાઇ રહ્યો છે, આ વખતે 69મો ફિલ્મફેર એવોર્ડ ગાંધીનગરના મહાત્મ મંદિરમાં યોજાઇ રહ્યો છે, આ ફિલ્મ ફેર એવોર્ડ સમારંભમાં કેટલાય ઉભરતા કલાકારો માટે પ્રતિષ્ઠિત સેલેબ્સ હાજરી આપશે.
આ વર્ષના સમારંભનું આયોજન સલમાન ખાન, આયુષ્માન ખુરાના અને મનીષ પૌલે કર્યું હતું, જે સલમાન ખાન માટે આ કાર્યક્રમના યજમાન તરીકે પ્રથમ વખત હતો. આ પુરસ્કારો મહારાષ્ટ્ર ટુરિઝમના સહયોગથી આપવામાં આવ્યા હતા. આ વખતે ફિલ્મફેર એવોર્ડની શરૂઆત પહેલીવાર ગુજરાતના મહાત્મા મંદિરમાં થઇ રહી છે. મહાત્મા ગાંધી મંદિરમાં 69મો ફિલ્મફેર એવોર્ડનો પ્રારંભ થયો છે. આ ફિલ્મફેર એવોર્ડ ફન્કશનમાં ફિલ્મ નિર્માતા કરણ જોહર, એક્ટર આયુષ્યમાન ખુરાના, મનીષ પોલ, રણબીર કપૂર, વરૂણ ધવન, કરીના કપૂર ખાન, જ્હાન્વી કપૂર, સારા અલી ખાન તેમજ કાર્તિક આર્યન સહિતના કેટલાય સ્ટાર્સ અને સેલિબ્રિટીઝઓ હાજરી આપશે. આજે 69માં ફિલ્મફેર એવોર્ડનું કર્ટેન રેઈઝર થયુ છે. આમાં શાંતનુ અને નિખિલ કલેક્શનનો મેગા ફેશન શો યોજાશે, આ ફેશન શોમાં શો ટોપર્સ પણ જ્હાન્વી કપૂર છે, આ ઉપરાંત ફિલ્મફેર એવોર્ડમાં પાર્થિવ ગોહિલની મ્યૂઝિકલ નાઈટ યોજાશે.
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની તર્જ પર, ફિલ્મફેર પુરસ્કારો 21 માર્ચ, 1954ના રોજ પ્રથમ વખત આપવામાં આવ્યો હતો. તે સમયે, ટાઇમ્સ ગ્રુપના સંપાદક ક્લેર મેન્ડોન્કાના નામ પરથી તેનું નામ ક્લેર એવોર્ડ રાખવામાં આવ્યું હતું. પ્રથમ વખત આ એવોર્ડ વધુ પાંચ કેટેગરીમાં આપવામાં આવ્યો હતો. આ શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો એવોર્ડ એમ 5 કેટેગરીમાં અપાયો હતો. ફિલ્મ ‘દો બીઘા જમીન’ને પહેલીવાર ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. દિલીપ કુમારને ફિલ્મ 'દાગ' માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મીના કુમારીને ફિલ્મ 'બૈજુ બાવરા' માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી હતી. બૈજુ બાવરા માટે નૌશાદ અલીને શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ ફિલ્મ જગતમાં ખૂબ જ પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. 65મો ફિલ્મફેર એવોર્ડ 2020 માં યોજવામાં આવ્યો હતો. આ માટે આસામની રાજધાની ગુવાહાટીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈની બહાર કોઈ એવોર્ડ સમારોહ યોજાયો હોય તેવી આ પ્રથમ ઘટના હતા.. આ વખતે ઈવેન્ટ જાણીતા નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરે હોસ્ટ કરી હતી.
Manifesting Alooveer to attend Filmfare 🤲 pic.twitter.com/TZXJPIU5GR
— . (@alooveerstan) January 22, 2024
Superstar #RanbirKapoor for 69th Hyundai Filmfare Awards with Gujarat Tourism🔥🙌🏻 pic.twitter.com/xrTVGsoOdS
— TK (@tanaywrites) January 20, 2024