(Source: ECI/ABP News/ABP Majha)
Filmfare : ફિલ્મફેર એવોર્ડને મેં ઘરના ટોઈલેન્ટના હેંડલ બનાવી દીધા: અભિનેતાનો ખુલાસો
અભિનેતાએ ખુલાસો કર્યો કે, તેઓ આ પુરસ્કારોને ગંભીરતાથી લેતા નથી. તે તેમના વોશરૂમના દરવાજાના હેન્ડલ તરીકે તેના ફિલ્મફેર એવોર્ડનો ઉપયોગ કરે છે.
Naseeruddin Shah: સિનેમાના જાણીતા અભિનેતા નસીરુદ્દીન શાહે ફિલ્મફેર એવોર્ડને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અભિનેતાએ કહ્યું હતું કે, તે ફિલ્મફેર એવોર્ડ્સનો ઉપયોગ તેના ઘરના વોશરૂમના દરવાજાના હેન્ડલ તરીકે કરે છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, તેમના માટે આ ટ્રોફીની કોઈ કિંમત નથી.
નસીરુદ્દીન શાહે પોતાની શાનદાર એક્ટિંગને કારણે બોલિવૂડમાં એક અલગ જ ઓળખ બનાવી છે. તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી વખણાયેલા કલાકારોમાંના એક છે. ઘણા દાયકાઓથી અભિનયમાં સક્રિય નસીરુદ્દીન શાહે ઘણા પુરસ્કારો જીત્યા છે. અભિનેતાએ ખુલાસો કર્યો કે, તેઓ આ પુરસ્કારોને ગંભીરતાથી લેતા નથી. તે તેમના વોશરૂમના દરવાજાના હેન્ડલ તરીકે તેના ફિલ્મફેર એવોર્ડનો ઉપયોગ કરે છે.
નસીરુદ્દીન શાહે પાર, સ્પર્શ અને ઈકબાલમાં તેમના અભિનત બદલ ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે. તેમણે આક્રોશ, ચક્ર અને માસૂમમાં તેમના અભિનય માટે ત્રણ ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા હતા. અભિનેતાએ ખુલાસો કર્યો હતો કે, તે કેવી રીતે પુરસ્કારોને ગંભીરતાથી લેતા નથી અને તેમને લાગે છે કે, તે ઉદ્યોગમાં લોબિંગનું પરિણામ છે.
અભિનેતાને પૂછવામાં આવ્યું કે શું તે પુરસ્કારોનો ઉપયોગ તેના ઘરના દરવાજાના હેન્ડલ તરીકે કરે છે? આ અફવાઓમાં કેટલી હકીકત છે? અભિનેતાએ હસીને જવાબ આપતા કહ્યું હતું કે, કોઈપણ અભિનેતા જેણે ભૂમિકા ભજવવા માટે પોતાનું જીવન અને મહેનત લગાવી દીધી છે તે એક સારો અભિનેતા છે. જો તમે અનેક અભિનેતાઓમાંથી એક અભિનેતાને પસંદ કરો અને કહો કે 'આ વર્ષનો શ્રેષ્ઠ અભિનેતા છે', તો એ વાજબી નથી. મને તે પુરસ્કારો પર ગર્વ નથી. મને મળેલા છેલ્લા બે પુરસ્કારો હું લેવા પણ નથી ગયો. તેથી, જ્યારે મેં મારું ફાર્મહાઉસ બનાવ્યું ત્યારે મેં આ પુરસ્કારો ત્યાં રાખવાનું નક્કી કર્યું. જે કોઈ વોશરૂમમાં જશે તેને બબ્બે એવોર્ડ મળશે. હેન્ડલ્સ ફિલ્મફેર એવોર્ડના બનેલા છે.
અભિનેતાએ એવો પણ દાવો કર્યો હતો કે, એવોર્ડ બીજું કંઈ નહીં પરંતુ લોબિંગનું પરિણામ છે. તેમણે કહ્યું હતું કે, મને આ ટ્રોફીમાં કોઈ કિંમત જણાતી નથી. જ્યારે મને એવોર્ડ મળ્યા ત્યારે શરૂઆતમાં હું ખુશ હતો. પરંતુ પછી મારી આસપાસ ટ્રોફીના ઢગલા થવા લાગ્યા. મોડે મોડે પણ હું સમજી ગયો કે, આ એવોર્ડ લોબિંગનું જ પરિણામ છે. આ પુરસ્કારો તેમની યોગ્યતાના કારણે નથી મળતા. તેથી જ મેં આ પુરસ્કારોને ગંભીરતાથી લેવાનું બંધ કરી દીધું. ત્યાર બાદ જ્યારે મને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ મળ્યા ત્યારે મને મારા સ્વર્ગસ્થ પિતા યાદ આવ્યા જેઓ હંમેશા મારી નોકરીની ચિંતા કરતા હતા અને કહેતા હતા કે 'જો તમે કામ કરશો તો તમે મૂર્ખ બની જશો'. તેથી, જ્યારે હું એવોર્ડ લેવા રાષ્ટ્રપતિ ભવન ગયો, ત્યારે મેં ઉપર જોયું અને મારા પિતાને પૂછ્યું કે, શું તેઓ આ બધું જોઈ રહ્યા છે... મને ખાતરી છે કે તેઓ જ્યાં પણ હશે તે જોઈને ખુશ હશે. હું એ પુરસ્કારો મેળવીને ખુશ હતો.