મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત
શિવસેના-યુબીટી સાંસદ સંજય રાઉતે(Sanjay Raut) એક દિવસ પહેલા કહ્યું હતું કે ઈન્ડિયા ગઠબંધનને બચાવવાની જવાબદારી કોંગ્રેસની છે.

Maharashtra News: શિવસેના-યુબીટી સાંસદ સંજય રાઉતે(Sanjay Raut) એક દિવસ પહેલા કહ્યું હતું કે ઈન્ડિયા ગઠબંધનને બચાવવાની જવાબદારી કોંગ્રેસની છે. હવે સંજય રાઉતે કહ્યું કે 'અમે ક્યારેય એવું નથી કહ્યું કે ઈન્ડિયા ગઠબંધન કે મહાવિકાસ અઘાડી (MVA) તૂટી ગયું છે. મારું નિવેદન સાંભળો, અમે કહ્યું કે અમારે એકલા જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવાની છે જેથી કરીને અમે સ્થાનિક સ્તરે પાર્ટીનો વિસ્તાર કરી શકીએ.
સંજય રાઉતે એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “અમે સાથે મળીને લોકસભાની ચૂંટણી લડી હતી અને સારા પરિણામો મળ્યા હતા. તે પછી, આપણા બધાની ખાસ કરીને કોંગ્રેસની જવાબદારી હતી કે ઈન્ડિયા ગઠબંધનને બચાવીને રાખે, એક સાથે બેસીને આગળનું માર્ગદર્શન કરે, પરંતુ લોકસભાની ચૂંટણી પછી આજ સુધી આવી એક પણ બેઠક થઈ નથી.
તેમણે કહ્યું, "તે બરાબર નથી." ઓમર અબ્દુલ્લા, મમતા બેનર્જી, અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓ બધાનું કહેવું છે કે ઈન્ડિયા ગઠબંધનમાં કોઈ અસ્તિત્વ નથી રહ્યું. જો લોકોના મનમાં આવી ભાવનાઓ ઉભી થાય છે તો તેના માટે સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ જવાબદાર છે. કોઈ સંકલન નથી, કોઈ ચર્ચા નથી. આનો અર્થ એ થયો કે લોકોના મનમાં શંકા છે કે ઈન્ડિયા ગઠબંધનમાં બધું બરાબર છે કે નહીં. જો એકવાર આ ગઠબંધન તૂટે તો ફરી ઈન્ડિયા ગઠબંધન નહીં બને."
દિલ્હીના સમીકરણને કારણે પ્રશ્નો ઉભા થવા લાગ્યા
ઈન્ડિયા ગઠબંધન પર સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ-અલગ લડી રહ્યા છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધનના સહયોગી પક્ષો TMC અને શિવસેના-UBTએ AAPને સમર્થન આપવાનું નક્કી કર્યું છે.
BMCની ચૂંટણી એકલા હાથે લડીશું - સંજય રાઉત
બીજી તરફ, મહા વિકાસ અઘાડીના ઘટક પક્ષો મહારાષ્ટ્રમાં BMC ચૂંટણી અલગથી લડવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં MVAની એકતા પર સવાલો ઉઠી રહ્યા છે. દરમિયાન સંજય રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે તમામ કાર્યકરો સાથે વાત કરે છે. કાર્યકરોની ઈચ્છા છે કે અમારે એકલા હાથે લડવું જોઈએ, તેથી અમે કહ્યું કે અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એકલા હાથે લડીશું.
દિલ્હીમાં કોની બનશે સરકાર ? મતદાન પહેલા સર્વેએ જાણો કોનું વધાર્યું ટેન્શન