Richa Chadha Ali Fazal Wedding: રિચા અને અલીના લગ્નમાં હોલીવૂડના મહેમાન પણ થશે સામેલ
રિચા ચઢ્ઢા (Richa Chadha)અને અલી ફઝલ(Ali Fazal) તેમના લગ્નને લઈને સતત ચર્ચામાં રહે છે. આ એક મોટા બોલિવૂડ લગ્ન હશે. તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
Richa Chadha- Ali Fazal Wedding: રિચા ચઢ્ઢા (Richa Chadha)અને અલી ફઝલ(Ali Fazal) તેમના લગ્નને લઈને સતત ચર્ચામાં રહે છે. આ એક મોટા બોલિવૂડ લગ્ન હશે. તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરેક કાર્યની તારીખ નિશ્ચિત છે. ગેસ્ટ લિસ્ટ પણ તૈયાર છે અને તેમાં હોલિવૂડ સેલેબ્સ પણ સામેલ છે. હા, રિચા અને અલીએ તેમના લગ્નમાં હોલિવૂડના મહેમાનોને પણ આમંત્રિત કર્યા છે. ચાલો તમને જણાવીએ કે હોલીવુડમાંથી કોનું નામ તેના ગેસ્ટ લિસ્ટમાં છે.
TOIના અહેવાલ મુજબ, રિચા અને અલીએ હોલીવુડ સ્ટાર્સ ગેરાર્ડ બટલર અને જુડી ડેન્ચને તેમના લગ્નમાં આમંત્રણ આપ્યું છે. અલીએ હોલિવૂડ ફિલ્મ 'કંધાર'માં બટલર સાથે સ્ક્રીન શેર કરી છે. આ સાથે જ તેણે ડેન્ચ સાથે ફિલ્મ 'વિક્ટોરિયા એન્ડ અબ્દુલ'માં કામ કર્યું છે.
View this post on Instagram
અલીએ પોતાના ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ સાથે જોડાયેલા પ્રોડક્શનના લોકોને પણ લગ્ન માટે આમંત્રિત કર્યા છે. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે 'તેહરાન' વેબ સિરીઝના કલાકારો પણ ગેસ્ટ લિસ્ટમાં સામેલ છે.
29મી સપ્ટેમ્બરથી ફંક્શનની શરૂઆત થશે
રિચા અને અલીના લગ્નની તારીખ નજીક આવી રહી છે. પ્રી-વેડિંગ ફંક્શન 29 સપ્ટેમ્બરથી દિલ્હીમાં શરૂ થશે અને ત્યારબાદ 4 ઓક્ટોબરે મુંબઈમાં લગ્ન થશે. જે બાદ ભવ્ય રિસેપ્સન યોજવામાં આવશે. બંનેના લગ્નનું આમંત્રણ કાર્ડ પણ ઘણું રસપ્રદ છે. તે મેચબોક્સના આકારમાં છે. તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
રિચા ચઢ્ઢા અને અલી ફઝલે પણ લગ્નમાં મહેમાનોને ફોન વાપરવાની છૂટ આપી છે. માત્ર લગ્નની તસવીરો ક્લિક ન કરવાની શરત રાખી છે. 10 વર્ષના લાંબા સંબંધ બાદ બંને પોતાના પ્રેમને લગ્નના મુકામ પર લઈ જવા માટે તૈયાર છે. તેઓ 'ફુકરે' ફિલ્મના સેટ પર મળ્યા હતા. પહેલા બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી પ્રેમ કહાની શરૂ થઈ. ચાહકો બંનેને એકસાથે પસંદ કરે છે અને તેઓ તેમના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત પણ છે.