(Source: ECI/ABP News/ABP Majha)
MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
The Sabarmati Report: તેમણે પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે “ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ પર હુમલાની અત્યંત દુ:ખદ અને નિંદનીય ઘટના પાછળનું સત્ય વર્ષોથી દેશના નાગરિકોથી છૂપાયેલું હતું
The Sabarmati Report: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે રાજ્યમાં ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ને ટેક્સ ફ્રી જાહેર કરી હતી. તેમણે ફિલ્મની પ્રશંસા કરતા તેને "ઉત્તમ પ્રયાસ" ગણાવ્યો અને કહ્યું કે આ ફિલ્મએ ઘટનાની સત્યતાને ઉજાગર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સિટી ગોલ્ડ સિનેમા ખાતે 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ નિહાળી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ફિલ્મ જોઇ હતી. ફિલ્મ જોયા બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ફિલ્મની પ્રશંસા કરી હતી અને ફિલ્મ નિર્માતા અને સ્ટારકાસ્ટને બિરદાવ્યા હતા. ફિલ્મ જોયા પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'ધ સાબરમતી રિપોર્ટ'ને ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરી છે.
‘The साबरमती REPORT’ फिल्म में गोधरा में हुई घटना की सच्चाई को जनता के सामने रखने का उत्कृष्ट प्रयास किया गया है। गुजरात सरकार ने इस फिल्म को राज्य में टैक्स-फ्री करने का निर्णय लिया है। #SabarmatiReport
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 20, 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, “ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’માં ગોધરામાં બનેલી ઘટનાની સત્યતાને લોકો સમક્ષ રજૂ કરવાનો ખૂબ જ સારો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે રાજ્યમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લીધો છે. #SabarmatiReport,”
સીએમ ભૂપેન્દ્રએ બીજું શું કહ્યું?
તેમણે પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે “ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ પર હુમલાની અત્યંત દુ:ખદ અને નિંદનીય ઘટના પાછળનું સત્ય વર્ષોથી દેશના નાગરિકોથી છૂપાયેલું હતું. આની પાછળ એક આખી ઇકોસિસ્ટમ હતી અને રાજકીય ફાયદા માટે લોકો સમક્ષ ખોટી વાર્તા રજૂ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. #SabarmatiReport… ફિલ્મ દ્વારા આ ઘટનાના સત્યને ઉજાગર કરવાનો સાહસિક પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે પ્રખ્યાત ફિલ્મ અભિનેતા જીતેન્દ્ર જીને મળ્યા પછી મને આ ફિલ્મ ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો અને અમદાવાદના નાગરિકો સાથે જોવાની તક મળી. આ ઘટનાનું સત્ય દેશ સમક્ષ લાવવા બદલ ફિલ્મ પ્રોડક્શન ટીમ અને કલાકારોનો હૃદયપૂર્વક આભાર.”
गोधरा में साबरमती एक्सप्रेस पर हुए हमले की अत्यंत करूण और निंदनीय घटना के सच को वर्षों तक देश के नागरिकों से छुपाया गया.. एक पूरी इकोसिस्टम इसके पीछे लगी, और अपने पॉलिटिकल लाभ के लिए एक झूठा नैरेटिव बनाकर लोगों के सामने पेश करने की साजिश की गई। #SabarmatiReport फिल्म के माध्यम… pic.twitter.com/LEonp1qfu9
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 20, 2024
એમપીમાં પણ ફિલ્મ ટેક્સ ફ્રી
અગાઉ આ ફિલ્મને ભાજપ શાસિત રાજ્ય મધ્યપ્રદેશમાં કરમુક્ત જાહેર કરવામાં આવી હતી. આ જાહેરાત મધ્યપ્રદેશના સીએમ ડો. મોહન યાદવે ભોપાલમાં કરી હતી અને કહ્યું હતું કે ફિલ્મમાં ભૂતકાળની ઘટનાઓને તથ્યપૂર્ણ રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મને ટેક્સ ફ્રી બનાવવામાં આવી રહી છે, જેથી વધુને વધુ લોકો તેને જોઈ શકે.
ડો.મોહન યાદવે વધુમાં કહ્યું છે કે હું પણ આ ફિલ્મ જોઈશ, મારા મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો પણ જોશે. મને આશા છે કે આ ફિલ્મ ભૂતકાળના અંધકારમય પ્રકરણનું સત્ય બહાર લાવશે, જેને વોટબેન્કની રાજનીતિને કારણે ઘણી હદ સુધી વિકૃત કરવામાં આવી છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ધ સાબરમતી રિપોર્ટ'ની પ્રશંસા કરી હતી અને તેને 2002ની ગોધરા ટ્રેન કોચ સળગાવવાની ઘટના પરની એક મહત્વપૂર્ણ ફિલ્મ ગણાવી હતી. એક ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે આ સારી વાત છે કે આ સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ સામાન્ય લોકો જોઈ શકે તે રીતે. ખોટી વાર્તા સિમિત સમય સુધી જ ટકી શકે છે. છેવટે તથ્યો હંમેશા બહાર આવે છે.