શોધખોળ કરો
Advertisement
ફિલ્મ ‘હાઉસફુલ-4’ અને ‘મરજાવાં’ના સાઉન્ડ ટેક્ટિશિયનનું થયું મોત, કારણ જાણીને ચોંકી જશો
ઘણી હિટ ફિલ્મોમાં સાઉન્ડ રિલેટેડ કામ કરનાર યુવાન અને ટેલેન્ટેડ નિમિશ પિલનકરને હાઈ બ્લડ પ્રેશરને કારણે બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું
મુંબઈ: તાજેતરમાં જ રીલિઝ થયેલી અક્ષય કુમારની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘હાઉસફુલ 4’ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘મરજાવાં’ના સાઉન્ડ ટેક્નિશિયનનું બ્રેઈન હેમરેજને કારણે મોત નિપજ્યું હતું. ઘણી હિટ ફિલ્મોમાં સાઉન્ડ રિલેટેડ કામ કરનાર યુવાન અને ટેલેન્ટેડ નિમિશ પિલનકરને હાઈ બ્લડ પ્રેશરને કારણે બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું અને આ જ કારણે તેનું મોત નીપજ્યું હતું.
નિમિશ હાલમાં એક વેબ સીરિઝ માટે કામ કરી રહ્યો હતો. તે દિવસ-રાત કામને પૂરું કરવામાં લાગેલો હતો. વધારે પડતા કામને લીધે તેની તબિયત લથડી અને દિમાગની નસો ફાટી ગઈ હતી તેવું કહેવામાં આવી રહ્યું છે. આ વાત ત્યારે બહાર આવી જ્યારે જાણીતા ફિલ્મકાર અને પત્રકાર ખાલિદ મોહમ્મદ નિમેશની મોત સંબંધિત એક ટ્વીટ કર્યું હતું. એક ખાનગી વેબસાઈટ પ્રમાણે, આ ટ્વીટનો ઉલ્લેખ કર્યો છે અને સૂત્રોના હવાલેથી કહ્યું હતું કે, નિમેશ પર કામનો વધારે પડતો બોજ હતો અને તે જ તેના મોતનું કારણ બન્યું.Very sad to learn about the passing away of Nimish Pilankar, that too at such a young age. My heart goes out to his family at this difficult time 🙏🏻
— Akshay Kumar (@akshaykumar) November 25, 2019
નિમેશ માત્ર 29 વર્ષનો હતો. ખાલિદે પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, સાઉન્ડ ટેક્નિશિયન નિમેશ પિલનકરનું 29 વર્ષની વયે મોત નિપજ્યું હતું. આ ટેક્નિશિયનો જ હિન્દી સિનેમાના રીડનું હાડકું હોય છે પણ આની પરવા કોને હોય છે? તમામ સંગઠનો, સ્ટાર્સ અને નિર્માતાઓ માટે આ જાગી જવાનો સમય છે.Sound technician NIMISH PILANKAR,aged 29, passed away. Blood pressure shot up ldng to brain haemorrhage. Technicians r backbone of Bollywood cinema. But does anyone care? It’s hi time the various associations, producers n stars who have more swag than sense did. Right now. pic.twitter.com/94AZ2KFyDT
— khalid mohamed (@Jhajhajha) November 24, 2019
ખાલિદના આ ટ્વીટ પર રેસુલ પૌકુટ્ટીએ પણ લખ્યું છે. ઓસ્કાર વિનર રેસુલે કહ્યું હતું કે, ધન્યવાદ, આ વિશે વાત કરવા બદલ. ડિયર બોલિવૂડ, અસલ દુનિયામાં અમારે બીજા કેટલાંય સમાધાન કરવા પડશે. આનો જવાબ બનીને મારો દોસ્ત તો જતો રહ્યો.Shocking! @Jhajhajha thank you for taking a stand! We stand with you... Dear Bollywood, how many more sacrifices we need to see the real picture... “the answer my friend is blowing in the wind....” https://t.co/GZ4gsIzw7C
— resul pookutty (@resulp) November 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
દેશ
રાજકોટ
Advertisement
gujarati.abplive.com
Opinion