શોધખોળ કરો

IND vs BAN: બુમરાહને આરામ અને શિવમ દુબે બહાર? બાંગ્લાદેશ સામે આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

India Playing 11: ટીમ ઈન્ડિયા 2024 T20 વર્લ્ડ કપમાં શનિવારે 22 જૂને બાંગ્લાદેશ સામે ટકરાશે. જાણો આ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.

India Playing 11 Against Bangladesh: શનિવાર, 24 જૂને 2024 T20 વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ આ મેચમાં કેટલાક ફેરફાર કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને બાંગ્લાદેશ સામે આરામ આપવામાં આવી શકે છે. શિવમ દુબેને પણ હવે બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે.

ઓપનિંગમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં

વિરાટ કોહલીનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે. જોકે, કેપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટને આ મેચ વિજેતા ખેલાડી પર પૂરો વિશ્વાસ છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બાંગ્લાદેશ સામેની મેચમાં પણ ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. વિકેટકીપર બેટ્સમેન પંત ત્રીજા નંબર પર રમશે તે નિશ્ચિત છે.

બુમરાહને આરામ આપવો મુશ્કેલ, શિવમ દુબેને બીજી તક મળી શકે છે

જસપ્રીત બુમરાહને આરામ આપવો મુશ્કેલ છે, કારણ કે સેમીફાઈનલમાં જગ્યા નિશ્ચિત કરવા માટે ટીમ ઈન્ડિયાએ કોઈપણ કિંમતે આ મેચ જીતવી પડશે. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત પોતાની મજબૂત ટીમને જ મેદાનમાં ઉતારી શકે છે. શિવમ દુબેને પણ અંતિમ ઈલેવનમાં વધુ એક તક મળી શકે છે.

મિડલ ઓર્ડરની વાત કરીએ તો વિશ્વનો નંબર વન T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર રમતો જોવા મળશે. આ પછી શિવમ દુબે અને હાર્દિક પંડ્યા મેચ ફિનિશરની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ બંનેની જવાબદારી ઝડપી રન બનાવવાની રહેશે.

સિરાજની વાપસી મુશ્કેલ

સ્પિન વિભાગમાં રોહિત શર્મા ફરી એકવાર અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ પર ભરોસો રાખી શકે છે. જરૂર પડ્યે અક્ષર અને જાડેજા બેટથી પણ યોગદાન આપી શકે છે અને બંને સારી સ્પિન બોલિંગ પણ કરે છે. જ્યારે ફાસ્ટ બોલિંગ વિભાગમાં અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહ એક્શનમાં જોવા મળી શકે છે. હાર્દિક પંડ્યા પણ તેમને સમર્થન આપવા હાજર છે.

બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન- રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને જસપ્રિત બુમરાહ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ
Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ
અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો
અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
Embed widget