શોધખોળ કરો

Jacqueline Extortion Case : બોલિવૂડ એક્ટ્રેસની વધી મુશ્કેલી, મહાઠગ સુકેશ કેસમાં ED એ બનાવી આરોપી

ED News: સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જેકલીનને પહેલાથી જ ખબર હતી કે ઠગ સુકેશ એક અપરાધી અને ખંડણીખોર છે.

Entertinment News:  બોલિવૂડ એક્ટ્રેસ જૈકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલી વધી છે. ઈડીએ એક્ટ્રેસને 215 કરોડના કેસમાં આરોપી બનાવી છે. જેક્લીન સામે ઈડી આજે ચાર્જશીટ દાખલ કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જેકલીનને પહેલાથી જ ખબર હતી કે ઠગ સુકેશ એક અપરાધી અને ખંડણીખોર છે.

થોડા દિવસો પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કથિત મની લોન્ડરિંગ કેસમાં જેકલીન વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જારી કરી હતી. જો કે કોર્ટે જેકલીન સામેની લુકઆઉટ નોટિસને સસ્પેન્ડ કરી દીધી હતી. કોર્ટે જેકલીનને 31 મેથી 6 જૂન દરમિયાન અબુ ધાબીમાં યોજાનાર IIFA એવોર્ડ્સમાં હાજરી આપવાની મંજૂરી આપી હતી.

તમને જણાવી દઈએ કે ઠગ સુકેશ ચંદ્રશેખર પર 200 કરોડ રૂપિયાની ઉચાપતના આરોપને લઈને EDની તપાસ ચાલી રહી છે. આરોપ છે કે જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે જેકલીનને મોંઘી ભેટ આપી હતી. તેના પર કાર્યવાહી કરતા, EDએ તેની 7 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી છે, જે આરોપી સુકેશ દ્વારા જેકલીનને ભેટ તરીકે આપવામાં આવી હતી. EDએ તેની ચાર્જશીટમાં કહ્યું છે કે સુકેશ ચંદ્રશેખરની સહયોગી પિંકી ઈરાનીએ જેકલીનને તેની સાથે ઓળખાણ કરાવી હતી. આરોપ છે કે સુકેશ ચંદ્રશેખરે પિંકી ઈરાની દ્વારા જેકલીનને મોંઘી ભેટ અને રોકડ પહોંચાડી હતી. મહાઠગ સુકેશ ચંદ્રશેખર પર દિલ્હીના એક બિઝનેસમેનની પત્ની પાસેથી ખંડણી વસૂલવાનો આરોપ છે અને તેણે જેકલીન ફર્નાન્ડીઝને કરોડો રૂપિયાની ભેટ મોકલી હતી.

View this post on Instagram
 
A post shared by Jacqueline Fernandez (@jacquelinef143)

મહાઠગ સુકેશ જેલમાં છે

તમને જણાવી દઈએ કે દિલ્હીની તિહાર જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેણે તિહાર જેલમાં પોતાનો જીવ જોખમમાં હોવાનું જણાવીને દિલ્હીની બહારની જેલમાં ખસેડવાની માંગ કરી હતી. એટલું જ નહીં, જેલમાં રહેલા સુકેશ ચંદ્રશેખર 23 મેથી ભૂખ હડતાળ પર બેઠા હતા. તેની માંગ છે કે જેલના નિયમોની વિરુદ્ધ જઈને તેને મહિનામાં બે વારથી વધુ વખત તેની પત્ની લીના મારિયા પોલને મળવા દેવામાં આવે. જણાવી દઈએ કે આરોપી સુકેશની પત્ની લીના પણ તિહાર જેલમાં બંધ છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં ગઈકાલ કરતાં વધારો થયો છે.  સતત બીજા દિવસે 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 9,062 નવા કેસ નોંધાયા છે અને 36 સંક્રમિતોના મોત થયા છે, જ્યારે 15,220 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને 1,105,058 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,27,134 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,36,54,064 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ 208,57,15,251  રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 25,90,557 ડોઝ ગઈકાલે અપાયા હતા.  દૈનિક પોઝિટિવિટી રેટ 2.49 ટકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 
ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 
ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
Embed widget