શોધખોળ કરો

અબજોના કૌભાંડી સાથેના અંગત ફોટો વાયરલ થતાં એક્ટ્રેસની વિનંતી, પ્લીઝ મારી પ્રાઈવસી જાળવો......

અભિનેત્રીએ કહ્યું કે હું મીડિયાના મારા મિત્રોને વિનંતી કરી રહી છું કે, મારા અંગત કહેવાય એ પ્રકારના ફોટો પ્રસારિત ન કરો

મુંબઈઃ બોલીવુડની એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ અને 200 કરોડ રૂપિયાના કૌભાંડમાં જેલભેગા થયેલા ઠગ સુકેશ ચંદ્રશેખરના અંગત કહેવાય ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તેનાથી દુઃખી જેકલીને  સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને મીડિયાને પોતાની પ્રાઈવેસી જાળવવા વિનંતી કરી છે.

જેકલીને લખ્યું છે કે, ભારતીયોએ મને ઘણું બધું આપ્યું છે પણ મારા માટે આ મુશ્કેલ સમય છે અને હું ઈચ્છું છું કે મારી પર્સનલ સ્પેસમાં કોઈ દખલ ન કરે. જેકલીનનું નામ  200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગમાં આવ્યા પછી તેના અને સુકેશના અંગત સંબંધો વિશે સતત કંઈક ને કંઈક છપાયા કરે છે.

જેકલીને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે કે,  આ દેશ અને અહીંના લોકો તરફથી મને ઘણો પ્રેમ અને સન્માન મળ્યું છે. તેમાં મારા મીડિયાના મિત્રો પણ સામેલ છે. હું તમારા બધા પાસેથી કંઈક શીખી છું. અત્યારે હું કપરા અને મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છું. હું મીડિયાના મારા મિત્રોને વિનંતી કરી રહી છું કે, મારા અંગત કહેવાય એ પ્રકારના ફોટો પ્રસારિત ન કરો. આ ફોટો દ્વારા મારી પ્રાઈવેસીમાં દખલ થઈ રહી છે. તમે પોતાનાં લોકોની સાથે આ રીતે વર્તતાં તેથી હું માનું છું કે તમે મારી સાથે આવું નહીં કરો. મને આશા છે કે, મને જલદી ન્યાય મળશે.

અબજો રૂપિયાના કૌભાંડમાં જેલની હવા ખાઈ રહેલા સુકેશ ચંદ્રશેખર સામેની ચાર્જશીટમાં દાવો કરાયો છે કે, સુકેશ ચંદ્રશેખરે પૂછપરછ દરમિયાન ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ સાથેના સંબધો અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ચાર્જશીટમાં કરાયેલા દાવા પ્રમાણે જેકલીન સુકેશ સાથે ચેન્નાઈની ફાઈવ સ્ટાર હોટલમાં રોકાઈ હતી અને બંનેએ ખૂબ જલસા કર્યા હતા.

ચાર્જશીટમાં કરાયેલા દાવા પ્રમાણે, સુકેશ જેલમાં હતો ત્યારે પણ જેકલીન સાથે મોબાઇલ પર વાત કરતો હતો. સુકેશ જામીન પર છૂટીને બહાર આવ્યો ત્યારે તેણે દિલ્હીથી ચેન્નઈ માટે ચાર્ટર્ડ ફ્લાઇટ બુક કરી હતી. સુકેશે જેક્લીન માટે મુંબઈથી દિલ્હી સુધીની ચાર્ટર્ડ ફ્લાઇટ પણ બુક કરી હતી. સુકેશ તથા જેકલીન બંને ચેન્નઈની એક હોટલમાં રોકાયા હતા. સુકેશે ચાર્ટર્ડ ફ્લાઇટ માટે અંદાજે 8 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર

UP Elections 2022: યુપી BJPનું ચૂંટણી પોસ્ટર જાહેર, પાર્ટી Modi-Yogiના ચેહરા પર લડશે ચૂંટણી, જાણો શું સ્લોગન આપ્યું

GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે એ કેવડિયાનું નામ બદલીને શું કરાયું ? જાણો મહત્વના સમાચાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget